સવારે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો જોઈએ છે, તો આ રીતે ઝડપથી સ્પ્રાઉટ્સ ચીલા બનાવો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Sprouts Cheela Recipe : ઘણા લોકો સવારે નાસ્તામાં સ્પ્રાઉટ્સ એટલે કે ફણગારેલા કઠોળનું સેવન કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેનાથી શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. ફણગાવેલા અનાજમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન (સી, એ અને કે) અને આયરન જેવા ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. અંકુરણની પ્રક્રિયા બીજના પોષક તત્વોમાં વધારો કરે છે અને તેમને પચવામાં પણ સરળ બનાવે છે. જોકે દરરોજ એક જ પ્રકારના સ્પ્રાઉટ્સ ખાવાથી લોકો ઘણી વખત કંટાળી જાય છે. આ કિસ્સામાં તેઓ નાસ્તામાં બીજી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી શોધે છે.

ભારતીય ઘરોમાં ચીલા બેસન, મગની દાળ અને અન્ય ઘણી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, જે તેમના સ્વાદ અને પોષક તત્વો માટે જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો કે તમે સ્પ્રાઉટ્સ માંથી તંદુરસ્ત અને સ્વાદિષ્ટ ચીલા બનાવી શકો છો. જો તમને દરરોજ સ્પ્રાઉટ્સ ખાવાનું મન ન થાય તો તેમાંથી ઝડપથી ચીલા બનાવી શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી છે.

સામગ્રી

  • 1 કપ સ્પ્રાઉટ્સ (ચણા, લીલા મગની દાળ અને અન્ય અનાજ) 
  • 2 મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી
  • 1 મોટી ચમચી ચણાનો લોટ 
  • 1 નાનું ગાજર ઝીણું સમારેલું
  • 1-2 ચમચી લીલું મરચું ઝીણું સમારેલું
  • 1-2 ચમચી લીલા કોથમીર ઝીણા સમારેલા
  • 1-2 ચમચી કેપ્સિકમ ઝીણા સમારેલા 
  • 1 મધ્યમ કદનું ટામેટું ઝીણું સમારેલું 
  • અડધી ચમચી શેકેલું જીરું 
  • અડધી ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું 
  • ચીલા શેકવા માટે 1-2 ચમચી તેલ અથવા ઘી

સ્પ્રાઉટ્સ ચીલા કેવી રીતે બનાવવા

સૌ પ્રથમ સ્પ્રાઉટ્સ સારી રીતે ધોઈને મિક્સરમાં મૂકી હળવું દરદરું પીસી લો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને પેસ્ટને ઠીક કરો. હવે ગ્રાઉન્ડ સ્પ્રાઉટ્સની પેસ્ટને એક મોટા બાઉલમાં કાઢી લો. તેમાં ચણાનો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, લીલા મરચાં અને કોથમીરના પાન ઉમેરો. આ પછી તેમાં શેકેલું જીરૂ પાવડર, હળદર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.

હવે તેમાં થોડું પાણી ઉમેરો અને ચીલાનું ખીરું તૈયાર કરો. ખીરું ખૂબ જાડું અથવા પાતળું ન હોવું જોઈએ. હવે ખીરાને 5-10 મિનિટ સુધી સેટ થવા દો. આ પછી એક નૉન-સ્ટીક અથવા લોઢાનો તવો ગરમ કરી તેની પર થોડું તેલ લગાવો.

તેલ ગરમ થઈ જાય તે પછી તેમાં એક વાકટીની મદદથી તેને હળવા હાથે ગોળ આકારમાં તવા પર પાથરી જો. મધ્યમ તાપ પર 1-2 મિનિટ સુધી રાંધવા દો. જ્યારે ચીલાની ઉપરની સપાટી થોડી સૂકાઈ જાય અને નીચેનો ભાગ સોનેરી થવા માંડે ત્યારે તેની કીનારીઓ પર થોડું તેલ રેડી પલટી નાખી બીજી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરી લો.

આ રીતે તમારા સ્પ્રાઉટ્સ ચીલા તૈયાર થઇ જશે. આ ચીલાને ચમે લીલી ચટણી અથવા દહીં સાથે પીરસી શકો છો. તેમાં પનીર અથવા તમારી મનપસંદ શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *