રાજકોટમાં પરીક્ષા વગર ₹50,000 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, સંપૂર્ણ માહિતી વાંચો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Rajkot Zonal Supervisor- UWM Recruitment: રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં જ સારા પગારની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરી રાજકોટ ઝોન દ્વારા ઝોનલ મેનેજર- UWM ની જગ્યા કરાર આધારિત ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

રાજકોટ ભરતી 2026 અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

રાજકોટ ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરી
પોસ્ટ ઝોનલ મેનેજર- UWM
પોસ્ટ 1
નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ 31 ઓગસ્ટ 2026
સ્થળ રાજકોટ

રાજકોટ ભરતી 2026, પોસ્ટની વિગતો

સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત કાર્યલના આદેશ પ્રમાણે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, રાજકોટ ઝોન ખાતે ઝોનલ મેનેજર-UWM ની જગ્યાઓ કરાર આધારિત ભરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. 

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે B.E/B.Tech-Civil/ Atmosphere/ Mechanical/ water resourceની ડિગ્રી કરેલી હોવી જોઈએ.
ડીગ્રી મેળવ્યા બાદનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પગાર

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદારોને ₹50,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ-સ્થળ-સમય

  • તારીખ – 31 ઓગસ્ટ 2026
  • રજીસ્ટ્રેશન સમય – સવારે 10  કલાકે
  • સ્થળ – પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન, જિલ્લા સેવા સદન-3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીંડ ક્લબ રોડ, રાજકોટ- 360001.

આ પણ વાંચોઃ- કોલેજ પાસ ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બમ્પર નોકરીઓ, ગુજરાતમાં કેટલી જગ્યા?

ભરતીની જાહેરાત

ઉમેદવારે શું ધ્યાન રાખવું?

ઉમેદવારે વોક ઈન ઈન્ટરવ્યુ સમેય અસલ તથા એક નકલમાં, જન્મ પ્રમાણપત્ર-સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, ઓળખનો આધાર, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સહિતના જરૂરી દસ્તાવેલો જઈને આપેલા સ્થળે નક્કી કરેલી તારીખ અને સમયે પહોંચી જવું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *