રણબીર કપૂરની રામાયણ ફિલ્મ ચીનમાં અલગ નામે રિલીઝ થશે, રન ટાઇમ અન્ય દેશો કરતા ઓછો હશે

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Ranbir Kapoor Ramayana Launch Date : રણબીર કપૂર અને યશની બહુપ્રતિક્ષા ફિલ્મ ‘રામાયણ’ સતત ચર્ચામાં રહે છે. ફિલ્મના બજેટથી લઈને તેના શાનદાર VFS સુધી, તેના વિશે ચર્ચા થઇ રહી છે. ફિલ્મ જોવાનો ઉત્સાહ દર્શકોમાં સ્પષ્ટપણે દેખાય છે.

આ ફિલ્મને ગ્લોબલ લેવલ પર રિલિઝ કરવા માટે નિર્માતાઓએ એને ભવ્ય રીતે રજૂ કરવાની યોજના બનાવી છે. આ ફિલ્મને દુનિયાભરમાં ડિસ્ટ્રિબ્યૂટ કરવાની જવાબદારી સોની પિક્ચર્સની છે, સાથે સાથે હવે રામાયણ ફિલ્મ પણ ચીનમાં રિલિઝ કરવામાં આવશે, જેને એક મોટું પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

ચીનમાં રિલીઝ થવા માટે ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ચીન વર્ષોથી ભારતીય ફિલ્મોનું મોટું બજાર રહ્યું છે. ₹ 4000 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું માર્કેટિંગ ચીનમાં કરવાની યોજના બનાવી રહ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ રામાયણ ફિલ્મનું ટાઇટલ બદલીને ચીનમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ચીનમાં ‘રામાયણ – ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ’ નામથી રિલીઝ થશે.

જો કે, આ માત્ર અટકળો છે કારણ કે આ અંગે નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રામાયણની ચર્ચા આ સમયે દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફિલ્મની ચર્ચા દેશથી વિદેશમાં થઈ રહી છે. નિર્માતાઓએ રામાયણને વિદેશમાં રિલીઝ કરવા માટે તેનું અંગ્રેજી ટ્રેલર પણ બહાર પાડ્યું હતું.

સાથે જ, અટકળો પર પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મનો રન ટાઇમ પણ ચીનમાં રિલીઝ થવા માટે ઘટાડી દેવામાં આવ્યો છે. ચીનના મેજર મૂવી ડેટાબેઝ પ્લેટફોર્મ ડોબાનના જણાવ્યા અનુસાર, ચીનમાં ફિલ્મનો રન ટાઇમ 2 કલાક અને 46 મિનિટનો રહેવાનો છે. આ સાથે જોડાયેલ એક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ અહેવાલો પર નિર્માતાઓ તરફથી હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

ફિલ્મ રામાયણ વિશે કોલીડર સાથે વાત કરતા રણબીરે કહ્યું હતું કે, ‘આ ફિલ્મ લોર્ડ ઓફ ધ રિંગ્સથી ઓછી નહીં હોય. અત્યારે લોકોએ માત્ર ટીઝર જ જોયું છે. અમે જબરદસ્ત એક્શન સીન્સ, ઇમોશન્સ સાથે 6 કલાકની એક મહાન સ્ટોરી બનાવી છે. તે તમને શીખવશે કે એક સારો પુત્ર, પતિ અને ભાઈ કેવી રીતે બનવું. 6 કલાકની આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે.

આ પણ વાંચો | કેવી રીતે કેવટના ઓડિશન માટે પહોંચેલા અરવિંદ ત્રિવેદી બની ગયા ઈતિહાસના સૌથી યાદગાર રાવણ? જાણો રોચક કિસ્સો

યશના જણાવ્યા અનુસાર, ‘રામાયણ’ અને ‘ટોક્સિક’ બંને ભારતીય સિનેમાને વૈશ્વિક ફિલ્મ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ છે. ‘રામાયણ’ આ વર્ષે દિવાળી પર 8 નવેમ્બરે ભારતમાં રિલીઝ થશે, જ્યારે વિદેશમાં 6 નવેમ્બરે રિલીઝ થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *