Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઇ છે.  ગુજરાત સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ દરમિયાન અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં અગાઉ ક્યારે ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો છે. 

જગન્નાથ મંદિરના મહંત ગજરાજ સાથે પગપાળા ચાલ્યા

અમદાવદની રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ ગજરાજ હોય છે. ગજરાજને ભગવાન ગણેશજીનું પ્રતિક અને શુભ માનવામાં આવે છે, આથી રથયાત્રામાં ગજરાજ સૌથી આગળ ચાલે છે. આ વખતે રથયાત્રામાં 18 ગજરાજ સામેલ કરવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત પણ ગાડીમાં સવારી કરે છે. 

જો કે આ વખતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ કારમાં ઉતરી રથયાત્રામાં ગજરાજ સાથે ચાલતા જોવા મળ્યા હતા. સૌથી ખાસ વાત છે કે, રથયાત્રાના સ્વાગત કાર્યક્રમોમાં રોકાયા વગર તેઓ સીધા આગળ વધતા રહ્યા હતા.

રથયાત્રામાં ગજરાજને કાબુમાં રાખવા ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ

અમદાવાદની રથયાત્રામાં હાથીઓને કાબુમાં રાખવા પહેલીવાર ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગજરક્ષક સિસ્ટમ એ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ હાથીઓ (ગજરાજો) માટેની એક આધુનિક ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ છે. આ દેશની પહેલી સિસ્ટમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રા દરમિયાન હાથીઓને શાંત રાખવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

ગજરક્ષક સિસ્ટમમાં હાથીનું GPS ટ્રેકર દ્વાર લાઇવ ટ્રેકિંગ, શારીરિક અને માનસિક સ્થિતિ, હાર્ટ રેટ દ્વારા હેલ્થ મોનિટરિંગ અને રિયલ ટાઇમ ડેટા પર નજર રાખવામાં આવે છે. 

રથયાત્રામાં હાથીને બેડીયો કેમ પહેરાવાઇ?

ગત વર્ષની ઘટનાને ધ્યાનમાં રાખી આ વખતે રથયાત્રામાં સામેલ ગજરાજના પગમા બેડીઓ પહેરાવવામાં આવી છે. ઉપરાંત હાથી ઉપર મહાવત સિવાય અન્ય કોઇ વ્યક્તિ બેસાડવામાં આવ્યા નથી.

આ પણ વાંચો |  રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

2025ની રથયાત્રામાં હાથી બેકાબૂ થયા હતા

ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં વર્ષ 2025ની રથયાત્રા બાબુ નામનો હાથી બેકાબૂ થતા નાસભાગ મચી હતી. હકીકતમાં રથયાત્રા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે બાબુ નામનો હાથી બેકાબૂ બન્યો હતો. ડીજે અને સિસોટાના અવાજથી હાથી ભડક્યો હતો અને પોળની સાંકડી ગલીની અંદર ઘુસી જતા થોડાક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે મહાવત, વેટરનરી ડોક્ટર દ્વારા બેકાબૂ હાથીને અંકુશમાં લઇ રથયાત્રામાંથી દૂર કરાયો હતો. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *