Sharad Pawar Meets PM Modi : વિપક્ષી દળોના સાંસદોએ બુધવારે સંસદ પરિસરમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન એનસીપી (સપા) પ્રમુખ શરદ પવાર અને તેમના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના કાર્યાલયમાં મુલાકાત કરી હતી. આ બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
આ મુલાકાતની તસવીરોમાં શરદ પવાર અને વડાપ્રધાન મોદી વાત કરતા અને ખુલીને હસતા જોવા મળ્યા હતા. અન્ય એક તસવીરમાં વડાપ્રધાન વરિષ્ઠ નેતાનું સ્વાગત કરતા અને તેમના રૂમના દરવાજા પર રિસીવ કરતા જોવા મળ્યા હતા. આ બેઠક દરમિયાન શરદ પવારે વડાપ્રધાનને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમાં દેશના ખેડૂતોની સમસ્યાઓ, સિંચાઈ સાથે જોડાયેલા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
શરદ પવાર અને સુપ્રિયા સુલે જંતર-મંતર પહોંચ્યા
આ પહેલા મંગળવારે શરદ પવાર અને સુપ્રિયા સુલે બંને જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સાથે જોડાયા હતા. અહીં કોકરોચ જનતા પાર્ટી નીટ યુજી પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને સમર્થન આપ્યું છે.
શરદ પવારે કેન્દ્રને વિનંતી કરી હતી કે તેઓ વિરોધીઓની માંગણીઓ પર સંવેદનશીલતાથી વિચાર કરે અને યોગ્ય કાર્યવાહી કરે. તેમણે કહ્યું કે ભારતીય બંધારણે દેશના દરેક નાગરિકના અધિકારો અને હકનું રક્ષણ કર્યું છે અને સરકાર અને વહીવટીતંત્ર લોકો પ્રત્યે જવાબદાર છે. તેથી તેમની માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોને દબાવવાને બદલે, સરકારે તેમની માંગણીઓ પર સંવેદનશીલતાથી વિચાર કરવો જોઈએ અને તેમના પર યોગ્ય ધ્યાન આપીને યોગ્ય પગલાં લેવા જોઈએ.
NCP-SCP chief Sharad Pawar and get together MP Supriya Sule met Prime Minister Narendra Modi on the Parliament, in Delhi. pic.twitter.com/0mcy7ODLSH
— ANI (@ANI) July 22, 2026
સુપ્રિયા સુલેએ એનડીએમાં જોડાવાની અટકળોને ફગાવી
એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ ગયા અઠવાડિયે એવી અટકળોને ફગાવી દીધી હતી કે પાર્ટી એનડીએમાં જોડાશે અથવા એનસીપીના બીજા જૂથમાં ભળી જશે. તેમણે કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષ તરફથી આવો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.
જંતર-મંતર પર કોકરોચ જનતા પ્રાર્ટીનું પ્રદર્શન, મોદી સરકારના કાર્યકાળમાં થયેલા આંદોલનો કેવી રીતે અલગ છે?
મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે શરદ પવાર કે પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતાનો આ પ્રકારના પગલા અંગે સંપર્ક કરવામાં આવ્યો નથી. ભાજપ, કોંગ્રેસ કે એનડીએના કોઈ સહયોગી પક્ષે અમને કોઈ પ્રસ્તાવ આપ્યો નથી.
