ગુજરાતમાં નદી વચ્ચે આવેલું સૌથી મોટું વટવૃક્ષ, 600 વર્ષ જૂનો ઇતિહાસ

ગુજરાતમાં નદી વચ્ચે આવેલું સૌથી મોટું વટવૃક્ષ, 600 વર્ષ જૂનો ઇતિહાસ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Well-known Non secular Locations In Gujarat: ગુજરાતમાં ફરવા માટે ઘણા સ્થળો છે, જેમા ધાર્મિક, કુદરતી અને ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લેવા દેશ વિદેશમાંથી લાખો લોકો આવે છે. જો તમે નદી, પહાડ, કુદરતી સૌંદર્ય સાથે શાંતિનો અનુભવ કરવા માંગો છો, ગુજરાતના એક ખાસ સ્થળની મુલાકાત લેવી જોઇએ. નર્મદા નદી કિનારે સ્થિત આ જગ્યા પર 600 વર્ષ જુનો વિશાળ વ઼ડલો છે. જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે.

ગુજરાતનો સૌથી મોટો વટવૃક્ષ – કબીરવડ

કબીરવડ એ ગુજરાતના ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના બેટ (ટાપુ) પર આવેલું એક પવિત્ર અને અત્યંત લોકપ્રિય ધાર્મિક સ્થળ છે. આ સ્થળ તેના વિશાળ વટવૃક્ષ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, જે અંદાજે 4.33 એકર (17,520 ચોરસ મીટર) કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્યને કારણે અહીં વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ મુલાકાતે આવે છે.

કબીરવડના મુખ્ય આકર્ષણ

વિશાળ વટવૃક્ષ: આ વડની વડવાઈઓ એટલી બધી ફેલાયેલી છે કે તેનું મુખ્ય થડ કયું છે તે ઓળખવું મુશ્કેલ છે. 

સંત કબીર મંદિર : અહીં સંત કબીર દાસજીનું એક સુંદર સ્મરણરૂપ મંદિર આવેલું છે, જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન અને ધ્યાન માટે આવે છે.

નર્મદા નદીમાં હોડીની સફર : બેટ ટાપુ પર પહોંચવા માટે નર્મદા નદી પાર કરતી વખતે બોટ રાઇડિંગની મજા માણી શકાય છે.

કુદરતી નજારો અને શાંતિ: કબીરવડ અને તેની આસપાસ સુંદર કુદરતી નજારો જોવા મળી શકે છે. ખળખળ વહેતી નર્મદા નદીના જળ, ઉંચા પહાડ, હરિયાળી માનસિક શાંતિ આપે છે.

કબીરવડની કથા

પ્રચલિત ઇતિહાસ અને દંતકથા લોકવાયકા મુજબ, 15મી સદીમાં મહાન સંત કબીરદાસજી અહીં પધાર્યા હતા. તેમણે કરેલા દાતણની ચીરી (સૂકી ડાળખી) જમીનમાં નાખતા તેમાંથી આ ભવ્ય વડલો અંકુરિત થયો હતો. આ એક જ વડમાંથી સતત વડવાઈઓ ફૂટીને જમીનમાં ઊતરી છે, જેના કારણે આજે આ વૃક્ષ એક નાના જંગલ જેવું લાગે છે. આ વડલો લગભગ 4.33 એકર થી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. 

કબીડવડ કેવી રીતે પહોંચવું 

કબીરવડ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના બેટ (ટાપુ) પર આવેલું છે. આથી સૌપ્રથમ ભરૂચથી વાયા શુકલતીર્થ રોડ પર આવેલા કબીરમઢી અથવા શુકલતીર્થ ઘાટ પર પહોંચવું પડે છે. ત્યારબાદ હોડીમાં બેસીને નર્મદા નદીની વચ્ચે સ્થિત બેટ ટાપુ પર કબીરવડ સુધી પહોંચી શકાય છે.

આ પણ વાંચો | ગુજરાતનું અદભૂત હિલ સ્ટેશન જ્યાંથી દરિયો પણ દેખાય છે! ચોમાસામાં કુદરતી નજારો મન મોહી લેશે

પ્રવાસીઓ માટે ખાસ ટિપ્સ

  • હોડીમાં બેસતી વખતે સુરક્ષાના નિયમો (લાઇફ જેકેટ વગેરે)નું પાલન કરવું.
  • ટાપુ પર ફરવા માટે ઘણું ચાલવું પડે તેમ હોવાથી આરામદાયક પગરખાં (શૂઝ) પહેરવા.
  • વાંદરાઓનો ઘણો ત્રાસ હોવાથી ખાવા પીવાની વસ્તુઓ અને સામાન સાચવીને રાખવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *