શિયાળામાં લીલી ડુંગળી ખાવાના 7 ફાયદા, જાણો સ્વાસ્થ્ય લાભ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


શિયાળાની ઋતુમાં બજારમાં લીલા શાકભાજીની ભરમાર જોવા મળે છે જેમાં લીલી ડુંગળીનું સ્થાન ખાસ છે. માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લીલી ડુંગળી પોષકતત્વોનો ખજાનો છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન C, વિટામિન K અને ફાઇબર રહેલા હોય છે, જે શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

લીલી ડુંગળીના પાંદડામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી (સોજો વિરોધી) ગુણો ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં ઘણા લોકોને સાંધા કે શરીરના અન્ય ભાગોમાં સોજાની સમસ્યા રહેતી હોય છે, જેમાં લીલી ડુંગળીનું સેવન રાહત આપે છે.

લીલી ડુંગળીના પાંદડામાં વિટામિન A સારી માત્રામાં જોવા મળે છે. આંખોની રોશની તેજ રાખવા અને આંખોને લગતી સમસ્યાઓથી બચવા માટે તેનું સેવન ખૂબ જ લાભદાયી છે.

લીલી ડુંગળીમાં ફાઇબર અને સલ્ફર જેવા તત્વો રહેલા હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. નિયમિત સેવનથી પેટ સાફ રહે છે અને કબજિયાત જેવી સમસ્યામાં પણ મોટી રાહત મળે છે.

લીલી ડુંગળીના પાંદડા એંટી-ઈંફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે જે સોજો ઘટાડવામાં મદદ કરે છે. વિટામીન A ના કારણે લીલી ડુંગળીના પાંદડા આંખોના સ્વાસ્થ્ય માટે સારા હોય છે. લીલી ડુંગળીમાં ફાઈબર અને સલ્ફર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. સાથે જ કબજિયાતમાં પણ રાહત આપે છે. લીલી ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: તાજી પાલક અને શેકેલા બેસન સાથે ઘરે બનાવો પાલક-બેસનની સબ્જી, જાણો સરળ રીત

લીલી ડુંગળીના પાંદડા રક્ત શુદ્ધીમાં મદદગાર હોય છે, શરીરથી વિષાક્ત પદાર્દોને બહાર નીકાળે છે. આ પાંદડાઓના સેવનથી હાડકા મજબૂત થાય છે, લીલી ડુંગળીની પત્તિઓમાં વિટામિન K સારી માત્રામાં હોય છે. લીલી ડુંગળીના પાંદડાઓ વજન ઘટાડવામાં મદદગાર હોય છે. કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે.

નોટ: આ લેખ સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારી માટે ડોક્ટર પાસેથી યોગ્ય સલાહ લેવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *