Gold Silver Value Immediately: સોનું ફરી સસ્તું થયું, ભાવ ₹ 1.40 લાખ નીચે, ચાંદી ₹ 3900 ઘટી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Gold Silver Value Immediately Information : સોના ચાંદીની કિંમત ઘટતા ધનતેરસ દિવાળી પર લોકોને ખરીદી કરવાની તક મળી છે. ધનતેરસ અને દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ્વેલર્સ શોપ અને ઝવેરી બજારમાં લોકોની અવરજવર દેખાઇ રહી છે. જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારો છો, તો સૌથી પહેલા આજે શું ભાવ તે જાણવું જરૂરી છે.

સોના ચાંદી તૂટ્યા

સોના ચાંદીમાં નરમાઇના માહોલ છે. આજે MSX સોના ચાંદી વાયદા તૂટ્યા છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 1150 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹ 1,39,034 બોલાઇ રહ્યો છે. એટલે કે સોનાનો વાયદો ₹ 1,40,000 પ્રતિ 10 ગ્રામની મહત્વપૂર્ણ ભાવ સપાટી નીચે જતો રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી વાયદો ₹ 3900 ઘટ્યો છે અને 1 કિલો ચાંદીની કિંમત ₹ 1,79,917 બોલાઇ રહી છે.

અમદાવાદમાં સોના ચાંદીનો ભાવ

અમદાવાદના ઝવેરી બજારમાં સોના ઘટ્યું હતું જ્યારે ચાંદીના ભાવ એકંદરે મજબૂત હતા. સોમવારે અમદાવાદમાં સોનું ₹ 500 સસ્તું થયું હતું. જેના પગલે 99.9 શુદ્ધ સોનાનો ભાવ ₹ 1,42,000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. 99.5 શુદ્ધ સોનાની કિંમત 1,41,700 પ્રતિ 10 ગ્રામ થઇ હતી. 

જો કે બીજી બાજુ ચાંદી ₹ 2000 મોંઘી થઇ હતી. સોમવારે અમદાવાદમાં 1 કિલો ચાંદીની કિંમત ₹ 1,84,000 થઇ હતી, જે અગાઉ આગલા દિવસે ₹ 1,82,000 હતી. ચાંદી ચોરસા એટલે કે ચાંદીના દાગીનાની કિંમત ₹ 1,83,800 પ્રતિ 1 કિલો હતી. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *