Asia Cup Rising Stars 2026 : મંગળવારે ક્રિકેટ મેદાન પર અનેક નવા રેકોર્ડ બન્યા છે અને જૂના રેકોર્ડ તુટ્યા છે. ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં UAE સામે ગ્રુપ B મેચમાં વૈભવ સૂર્યવંશીએ 28 સિક્સર ફટકારી પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવે 53 બોલમાં 204 રનની ઇનિંગ્સ દરમિયાન, સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી 150 અને સૌથી ઝડપી ડબલ સદીના રેકોર્ડ પણ તૂટ્યા છે.
ઇન્ડિયા એ ની સૌથી ઝડપી ટીમ સદી અને સૌથી ઓછી ઓવરમાં 200 રનથી વધુના લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ચાલો જાણીએ કે આ મેચમાં કયા-કયા મોટા રેકોર્ડ બન્યા છે.
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટથી સદી
વૈભવ સૂર્યવંશીએ યુએઈ સામે 384.90ના સ્ટ્રાઈક રેટથી 204 રન બનાવ્યા હતા. લિસ્ટ એ વન ડે ઇન્ટરનેશનલ મેચ દરમિયાન સદી બનાવનારા બેટ્સમેનોમાં આ સૌથી ઊંચો સ્ટ્રાઈક રેટ છે.
- 384.90: વૈભવ સૂર્યવંશી (ભારત A વિ UAE, 2026), 53 બોલમાં 204 રન
- 338.63: એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઇન્ડીઝ, જોહાનિસબર્ગ, 2015), 44 બોલમાં 149 રન
- 328.94: જેક ફ્રેઝર-મેકગર્ક (સાઉથ ઓસ્ટ્રેલિયા વિ તાસ્માનિયા, એડિલેડ, 2023), 38 બોલમાં 125 રન
સૌથી ઓછી ઓવરોમાં 200 રનથી વધુના લક્ષ્ય મેળવ્યો
ભારત-એ એ યુએઈ સામે માત્ર 14.2 ઓવરમાં 250 રનના લક્ષ્ય મેળવી લીધો હતો. લિસ્ટ A ક્રિકેટમાં 200 રનથી વધુના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવા માટે ખર્ચ કરેલ ઓવરોની દ્રષ્ટિએ આ સૌથી ઝડપી રન ચેઝ છે.
પહેલાં આ રેકોર્ડ એલાઈડ બેંક લિમિટેડ પાસે હતો. તેમણે 2003માં લાહોરમાં પેટ્રન્સ કપ દરમિયાન સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ સામે 20 ઓવરમાં પડકાર મેળવી લીધો હતો.
લિસ્ટ A ક્રિકેટમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સ મારનાર ટીમ
ઇન્ડિયા A એ UAE સામે પોતાની ઇનિંગ્સમાં કુલ 31 સિક્સર ફટકારી હતી. આ એક ટીમ દ્વારા એક જ લિસ્ટ A ક્રિકેટ મેચમાં સિક્સ ફટકારવાની સંખ્યાના દૃષ્ટિકોણથી બીજો સૌથી મોટો રેકોર્ડ છે. બિહારની ટીમ આ યાદીમાં ટોચ પર છે. તેણે 2025માં રાંચીમાં અરુણાચલ પ્રદેશ સામે 38 સિક્સર ફટકારી હતી. ઇન્ડિયા-એ ની 31 સિક્સરમાંથી 15 માત્ર વૈભવ સુર્યવંશીએ ફટકારી હતી.
A Star i̶s̶ ̶b̶o̶r̶n̶ that 𝗸𝗲𝗲𝗽𝘀 𝘀𝗵𝗶𝗻𝗶𝗻𝗴 🌟 Vaibhav Sooryavanshi by no means ceases to amaze! 👏 #TeamIndia | #RisingStarsAsiaCup | #INDAvUAE https://t.co/aXWuDVnmsx
— BCCI (@BCCI) November 24, 2026
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સદી
વૈભવ સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં પોતાની ડબલ સદી પુરી કરી હતી. આ સાથે તે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 200 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.
- 52 બોલ: વૈભવ સૂર્યવંશી (ભારત A વિ UAE, 2026)
- 103 બોલ: ચૈડ બોવેસ (કેન્ટરબરી વિ ઓટાગો, ક્રાઇસ્ટચર્ચ, 2024)
- 114 બોલ: એન જગદીશન (તમિલનાડુ વિ અરુણાચલ પ્રદેશ, બેંગલુરુ, 2022)
- 114 બોલ: હેરી બ્રુક (ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા, રાવલપિંડી, 2026)
આ પણ વાંચો – વૈભવ સૂર્યવંશીએ 28 બોલમાં સદી ફટકારી, લિસ્ટ A માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો
પ્રોફેશનલ ક્રિકેટમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સ
વૈભવ સૂર્યવંશીએ UAE સામે 28 સિક્સર ફટકારી હતી. આ સાથે જ તેણે પ્રોફેશનલ ક્રિકેટના કોઈપણ ફોર્મેટની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
- 28 સિક્સ: વૈભવ સૂર્યવંશી (ભારત-A વિ યુએઈ, 2026)
- 26 સિક્સ: તન્મય અગ્રવાલ (હૈદરાબાદ વિ અરુણાચલ પ્રદેશ, રણજી ટ્રોફી, 2024)
- 23 સિક્સ: કોલિન મુનરો (ઓકલેન્ડ વિ. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ, નેપિયર, 2015)
- 23 સિક્સ: ડાર્સી શોર્ટ (વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિ. ક્વિન્સલેન્ડ, સિડની, 2018)
લિસ્ટ A ક્રિકેટમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સ
વૈભવ સૂર્યવંશીએ યુએઈ સામે 28 સિક્સર મારીને લિસ્ટ A ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
- 28 સિક્સ: વૈભવ સૂર્યવંશી (ભારત A વિ UAE, 2026)
- 23 સિક્સ: ડાર્સી શોર્ટ (વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિ. ક્વિન્સલેન્ડ, સિડની, 2018)
- 21 સિક્સ: બેવન જેકબ્સ (ઓકલેન્ડ વિ. ઓટાગો, ઓકલેન્ડ, 2026)
