20,000mAh બેટરી સાથે પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, રિવર્સ ચાર્જિંગ અને IP69K રેટિંગ

20,000mAh બેટરી સાથે પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, રિવર્સ ચાર્જિંગ અને IP69K રેટિંગ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Largest Battery Cellphone Launch: રગડ ફોન બનાવવા માટે પ્રખ્યાત કંપની Ulefone એ તેનો નવો સ્માર્ટફોન RugKing 5 Professional લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન માત્રે મજબૂત બોડી જ નહીં પણ પાવરફુલ 20,000mAh Battery સાથે આવે છે. આ ફોનમાં નાઇટ વિઝન કેમેરા, IP68 + IP69K અને 8GB RAM જેવા એડવાન્સ ફીચર્સ પણ આવે છે. ચાલો જાણીયે ધાંસુ સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ

20,000mAh બેટરી

Ulefone કંપનીના RugKing 5 Professional સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત છે તેની 20,000mAh  બેટરી. કંપનીએ દાવો કર્યો છે કે, એક વખત બેટરી ખુલ ચાર્જ કર્યા બાદ આ ફોન એક સપ્તાહ સુધી ચાલે છે. આ સ્માર્ટફોન 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને તે રિવર્સ ચાર્જિંગ ટેકનોલોજીથી સજ્જ છે. એટલે કે આ સ્માર્ટફોન વડે અન્ય ડિવાઇસ પર ચાર્જ કરી શકાય છે. 

RugKing 5 Professional ફીચર્સ

આ એક રગડ સ્માર્ટફોન છે, જે MIL-STD-810H મિલિટ્રી ગ્રેડ સર્ટિફિકેટ બોડી સાથે આવે છે. તે જમીન પર પડે કે પથ્થરથી ટકરાય તો પણ મોબાઇલ સુરક્ષિત રહે છે. ફોન IP68 + IP69K રેટિંગ ધરાવે છે, એટલે કે પાણી, માટી, કાદવ, ચા કે અન્ય પ્રવાહી થી પણ સુરક્ષિત રહે છે. Ulefone RugKing 5 Professional શોકપ્રૂફ ફોન છે અને તે માઇનસ ટેમ્પરેચરની ઠંડી, તીવ્ર ગરમી અને ભેજ વાળા વાતાવરણમાં પણ અવરોધ વગર કામગીરી કરે છે.

RugKing 5 Professional સ્પેસિફિકેશન

સ્પેસિફિકેશનની વાત કરીયે તો આ મોબાઇલ એન્ડ્રોઇડ 16 બેઝ છે, જે ઘણા એડવાન્સ AI options થી સજ્જ છે. આ સ્માર્ટફોનમાં UniSoc T7250 ચિપસેટ છે, જે 4જી ઓક્ટાકોર પ્રોસેસર 1.6GHz થી લઇ 1.8GHz સુધી ક્લોક સ્પીડ પર રન કરે છે. તે મલ્ટીટાસ્કિંગને ફાસ્ટ અને સ્મૂથ બનાવવા માટે રગકિંગ 5 Professional સ્માર્ટફો 8GB RAM સપોર્ટ કરે છે, તેની સાથે 256GB સ્ટોરેજ મળે છે.

Ulefone RugKing 5 Professional સ્માર્ટફોનમાં 6.78 ઇંચની FullHD+ ડિસ્પ્લે આવે છે, જે 910nits બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે આ મોબાઇલ ડ્યુઅલ રિયર કેમેરા સપોર્ટ કરે છે. તેની બેક પેનલ પર F/1.79 અપર્ચર 64 એમપીનો મેન કેમેરા છે, જે 20 એમપી નાઇટ વિઝન Sony IMX350 સેન્સર સપોર્ટ કરે છે.

RugKing 5 Professional કેમેરા

સેલ્ફી અને વીડિય કોલિંગ માટે રગકિંગ 5 પ્રો સ્માર્ટફોનમાં 16 એમપીનો ફ્રન્ટ કેમેરા આવે છે. આ ફોનમાં એક Water Lock Mode પણ આવે છે, જે સ્ક્રીન ભીની હોય ત્યારે તમને ટચ સેન્સરને એક્ટિવ કરવા દે છે. જેનાથી જ્યાં સુધી યુઝર્સ તેની આંગળી થી ટેપ નહીં કરે, ત્યાં સુધી કંઇ પણ ઓપન થશે નહીં.

આ પણ વાંચો | 2026માં AC ફ્રિજનું 2025નું મોડલ ખરીદવું કે નહીં? કિંમત થી લઇ વીજ વપરાશ પર શું અસર થશે? જાણો

આ ધાસું સ્માર્ટફોનમાં 1202 LED gentle પેનલ ફીટ છે, જે ઘણી તીવ્ર બ્રાઇટનેસ આપે છે. તે કોઇ સામાન્ય ફોનની ટોર્ચ લાઇટ થી ઘણી વધારે છે. યુઝર્સ ને તેમા NFC સપોર્ટ પણ મળે છે. કિંમતની વાત કરીયે તો Ulefone RugKing 5 Professional સ્માર્ટફોન 299.99 ડોલરમાં લોન્ચ કરાયો છે. એટલે કે ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 27,888 રૂપિયા આસપાસ છે. હાલ આ સ્માર્ટફોન માત્ર વિદેશી બજારોમાં પણ ખરીદી માટે ઉપલબ્ધ છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *