Diabetes Food regimen Suggestions In Gujarati : ડાયાબિટિસ દર્દીએ બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવા માટે આહારની કાળજી રાખવી જરૂરી છે. ડાયાબિટીશ દર્દીએ ફળનું સેવન પણ સાવચેતીપૂર્વક જરૂરી છે, કારણ કે તેમા પણ કુદરતી મીઠાશ હોય છે. મોટાભાગના લોકો માને છે કે બધા ફળો બ્લડ સુગરનું સ્તર વધારે છે. પરંતુ તે સાચું નથી.
મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. પ્રણવ ઘોડીના મતે, ફળો નેચરલ શુગર, ફાઇબર, વિટામિન્સ , મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સનું સંતુલન પ્રદાન કરે છે. “ઘણા લોકો ભૂલથી માને છે કે જો તમને ડાયાબિટીસ હોય તો બધા ફળો ટાળવા જોઈએ. પરંતુ તે સંપૂર્ણપણે સાચું હોય તેમ માનવું જરૂરી નથી.”
ડૉ. પ્રણવ ઘોડીના મતે. ફળોમાં રહેલા પોષક તત્વો બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે. “મહત્વપૂર્ણ પરિબળ છે તમે ક્યું ફળ ખાઓ છો અને કેટલું ખાઓ છો.”
શું, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે કયા ફળો મદદરૂપ છે?
અહીં 6 ફળો છે, જે ઇન્સ્યુલિન સંવેદનશીલતાને ટેકો આપવામાં મદદ કરી શકે છે:
સફરજન (Apples) : સફરજન ખાસ કરીને છાલ સાથે, ફાઇબર અને પોલિફેનોલ્સ પ્રદાન કરે છે જે પાચન ધીમું કરે છે અને બ્લડ શુગર લેવલમાં અચાનક વૃદ્ધિને ઘટાડે છે.
એવોકાડો (Avocado) : એવોકાડો ટેકનિકલ રીતે એવું ફળો છે જે સ્વસ્થ ચરબી અને ફાઇબરથી ભરપૂર છે, જે લોહીમાં ગ્લુકોઝ લેવલ સ્થિર કરવામાં મદદ કરે છે.
બ્લુબેરી (Blueberries) : બ્લુબેરી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે તમારા કોષો ઇન્સ્યુલિન પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે તે સુધારે છે.
ચકોતરું (Grapefruit) : ગ્રેપફ્રૂટ એટલે કે ચકોતરામાં નારીન્જેનિન હોય છે, જે એક કુદરતી સંયોજન છે જે ઇન્સ્યુલિનની ક્રિયાને સુધારે છે.
નારંગી (Entire Oranges) : નારંગી ફાઇબર અને વિટામિન સી બંને પ્રદાન કરે છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સમાં ઓછું હોય છે. ડાયાબિટીસ દર્દી માટે નારંગીનું સેવન ફાયદાકારક છે.
લીલા સફરજન (Inexperienced Apples : ગ્રીન એપલ પણ એક સારો ઓછી ખાંડ વાળો વિકલ્પ છે જે શુગર ક્રેશ થયા વગર તૃષ્ણા ઘટાડી શકે છે.
શું ફળ ડાયાબિટીસ દર્દીઓ માટે સંપૂર્ણપણે સલામત છે?
આ બધું સંતુલન વિશે છે. ડૉ. ઘોડીએ કહ્યું કે ઇન્સ્યુલિન પ્રતિકાર અથવા ડાયાબિટીસ ધરાવતા લોકોએ ફળોના રસ અને ડ્રાય ફૂટ્સ ખવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે ઝડપથી બ્લડ શુગર લેવલ વધારે છે . “જો કે, આખા તાજા ફળો, ખાસ કરીને જે ફાઇબરથી ભરપૂર હોય અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય, તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરી શકાય છે. પ્રોટીન અથવા ચરબી સાથે ફળોનું મિશ્રણ કરવાથી ગ્લુકોઝ સ્પાઇક્સ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.”
તેથી, ફળ દુશ્મન નથી. “જ્યારે તમે સમજદારીપૂર્વક પસંદગી કરો છો અને સમજી વિચારીને ખાઓ છો, ત્યારે અમુક ફળો એક સ્માર્ટ આહારનો ભાગ બની શકે છે જે બ્લડ શુગર લેવલને ટેકો આપે છે,” એવું ડૉ. ઘોડીએ જણાવ્યું હતું.
