Gujarat Native Physique Election Outcomes 2026 : ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે મતદાન રવિવારે થયું હતું. હવે બધાની નજર પરિણામ પર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો 28 એપ્રિલને મંગળવારના રોજ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે.
રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિણામો જાહેર થશે.
રાજ્યમાં સરેરાશ 57.08% જેટલું મતદાન
રાજ્યમાં સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં મહાનગરપાલિકાઓમાં 49.14 ટકા મતદાન, નગરપાલિકામાં 59.81 ટકા, જિલ્લા પંચાયતોમા 61.83 ટકા અને તાલુકા પંચાયતોમાં 62.05 ટકા મતદાન થયું હતું.
સુરતમાં પતિનું ભયાનક કૃત્ય: પત્નીની હત્યા કરી લાશ લાકડાની પેટીમાં છુપાવી, દુર્ગંધ અટકાવવા તેમાં સિમેન્ટ ભરી દીધો
730 બેઠકો પહેલાથી જ બિનહરીફ બની
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો મંગળવારે આવવાના છે. જોકે આ પહેલા જ ભાજપે ભાજપે 730 જેટલી બેઠકો બિનહરીફ જીતીને મેદાન મારી લીધું હતું. ભાજપ સૌથી વધારે સીટો જીતશે તેવો અંદાજ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેના પર બધાની નજર છે.
