ગુજરાતના નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં આંતરિક ઝઘડો સોમવારે ખુલ્લેઆમ સામે આવ્યો હતો. નર્મદા જિલ્લાના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ ગુસ્સામાં પાર્ટીના એક કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા. ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે અને સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી. ત્યારબાદ તેમણે ધરણા પ્રદર્શન કર્યું અને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ધમકી આપી હતી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ ગુસ્સામાં સ્ટેજ છોડીને જતા દેખાય છે. તેમણે આયોજકોને પ્રશ્ન કર્યો, જેમાં આરોપ લગાવ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજપીપળાના આંબેડકર હોલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વિવાદ થયો હતો.
દર્શના દેશમુખ કોણ છે?
ડૉ. દર્શના દેશમુખ નર્મદા જિલ્લાના નાંદોદથી ભાજપ ધારાસભ્ય છે. તે ભરૂચના પ્રથમ ભાજપ સાંસદ ચંદુભાઈ દેશમુખના પુત્રી છે. નરેન્દ્ર મોદીએ જ કોંગ્રેસને હરાવવા માટે ભરૂચથી ચંદુભાઈ દેશમુખને મેદાનમાં ઉતારવાની રણનીતિ બનાવી હતી. તેમણે ભરૂચમાં કોંગ્રેસના એક દિગ્ગજ નેતાને હરાવીને જીત મેળવી હતી. ત્યારથી કોંગ્રેસ આ બેઠક જીતી શકી નથી.
ભૂતકાળમાં પણ સામે આવ્યા છે આંતરિક ઝઘડા
આ પહેલી વાર નથી જ્યારે તેમણે ખુલ્લેઆમ અસંમતિ વ્યક્ત કરી હોય. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમણે ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો, જેણે પક્ષની અંદરના ઝઘડાને પણ ઉજાગર કર્યો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરે એક પત્રકાર પરિષદ દરમિયાન નર્મદા જિલ્લાના રાજકીય નેતૃત્વ અને વહીવટી વ્યવસ્થામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, જોકે તેમણે કોઈનું નામ ખાસ લીધું ન હતું.
ઘરના આ ખૂણામાં લગાવો ક્રાસુલાનો છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા; કારકિર્દી અને વેપાર માટે લકી
તેના પછી મીડિયા સાથે વાત કરતી વખતે, ડૉ. દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવાના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમનું નામ લીધા વિના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવ સાથે જોડીને તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.
દર્શના દેશમુખે કાર્યક્રમમાં શું કહ્યું
તાજેતરની ઘટનામાં સ્ટેજ પરથી ઉતરતા પહેલા દર્શના દેશમુખ એક વીડિયોમાં પૂછતા સંભળાયા કે, “શું આ આપણી સિસ્ટમ છે? આ એક પાર્ટીનો કાર્યક્રમ છે. શું તમે મને અપમાનિત કરવા માટે અહીં આમંત્રણ આપ્યું હતું? હું આ મતવિસ્તારની ચૂંટાયેલી ધારાસભ્ય છું.” આ પછી તે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પ્રતીકાત્મક ઉપવાસ પર બેસી ગયા હતા.
