મનોરંજન ન્યૂઝ | પંજાબી અભિનેત્રી ઈશા રિખી (Isha Rikhi) એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટમાં પોતાના અંગત જીવન વિશે ખુલાસો કર્યો છે. રેપર બાદશાહ સાથેના તેના સંબંધો અને લગ્ન જીવન વિશે ઘણા સમયથી ઘણી અટકળો ચાલી રહી છે.
તાજેતરમાં ઈશાની પોસ્ટે નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. જોકે તેણે ક્યાંય પણ બાદશાહનું નામ સીધું કહ્યું નથી કે કોઈ ચોક્કસ ઘટના વિશે વાત કરી નથી, તેના નિવેદનથી ચાહકોમાં ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે.
બાદશાહની પત્ની ઈશા રિકી પતિ વિશે શું કહ્યું?
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં, ઇશાએ લખ્યું કે તે લાંબા સમયથી ચૂપ હતી. કારણ કે, તેને લાગતું હતું કે તેના પતિના પ્રભાવ, પાવર અને વિવિધ કનેકશન સામે પોતાના મનની વાત કરવી સલામત નથી. ડરના કારણે આટલા લાંબા સમય સુધી ચૂપ રહેવા મજબૂર હતી. પરંતુ હવે તે હવે તે મૌન જાળવવા માંગતી નથી.
અભિનેત્રીના શબ્દોમાં કહીએ તો, “કેટલીક લડાઈઓ એવી હોય છે કે ઘા બહારથી દેખાતા નથી. હું લાંબા સમય સુધી ચૂપ રહી કારણ કે મને ડર હતો. પરંતુ મૌન ક્યારેય સંમતિનું પ્રતીક નથી હોતું, ક્યારેક તે ફક્ત બચવાનો માર્ગ હોય છે. આજે મેં ડર કરતાં હિંમત પસંદ કરી છે.”
ઈશાએ વધુમાં સ્પષ્ટતા કરી કે તે હજુ સુધી માનસિક રીતે ઘટનાની સંપૂર્ણ વિગતો જાહેર કરવા માટે તૈયાર નથી. પરંતુ ઓછામાં ઓછું તે કહેવા માંગે છે કે તે હવે એવું ડોળ કરી શકતી નથી કે લાંબા સમય સુધી બધું બરાબર હતું. તેના આ કબૂલાતથી ચાહકોમાં ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
પોસ્ટ જાહેર થયા બાદ, મનોરંજન જગતના ઘણા સ્ટાર્સ તેની પડખે ઉભા રહ્યા. અભિનેત્રી સના મકબૂલે ટિપ્પણી કરી, “તમે ખૂબ જ મજબૂત મનના વ્યક્તિ છો.” પ્રિયલ ગોરે લખ્યું, “હું તમને પ્રેમ કરું છું.” બીજી તરફ, અભિનેત્રી અને મોડેલ ચેતના પાંડેએ ઈશાને સંબોધીને કહ્યું કે “ક્યારેય ડરશો નહીં.” પંજાબી ગાયક કરણ ઔજલાની પત્ની પલક ઔજલાએ પણ ઈશાની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી અને તેના માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો.
આ અગાઉ ઈશાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે તેમના જીવનની વિવિધ ક્ષણોને કેપ્શન આપ્યું હતું, “દરેક તોફાન નવા પાઠ શીખવે છે, અને દરેક પ્રાર્થના નવી આશાને જન્મ આપે છે.” તે પોસ્ટથી તેના સંબંધોમાં તણાવની અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે તેના તાજેતરના નિવેદનથી તે અટકળોને વધુ વેગ મળ્યો છે.
જેન ઝીની રીલ્સ કંટાળી ગઈ કંગના રનૌત ! આપ્યું આવું નિવેદન
જોકે આ મુદ્દે બાદશાહ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરિણામે, ખરેખર શું થયું તે સ્પષ્ટ નથી, પરંતુ ઈશાના આ ઈમોશનલ મેસેજ પછી તેમના અંગત જીવન વિશે ચર્ચા વધુ તીવ્ર બની છે. ચાહકોનો એક વર્ગ આશા રાખે છે કે તે સમયસર આખો મામલો જાહેર કરશે, જ્યારે બીજી તરફ, બધાની નજર હવે બાદશાહ આ બાબતે પ્રતિક્રિયા આપશે કે નહીં તેના પર છે.
