Right now Gujarat rain fall knowledge: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ કરતા પણ વધારે સમયથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જોકે, ક્યાં ભારે તો ક્યાં હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે. ગત બે દિવસથી ગુજરાતમાં ધીમે ધીમે જોર ઘટતું દેખાઈ રહ્યું છે. વરસાદ પડવાની માત્રામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વરસાદની મહત્તમ માત્રા 3 ઈંચ કરતા પણ ઓછી થઈ ગઈ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 155 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2.68 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 27 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 28 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 2.68 ઈંચ નોંધાયો હતો.
25 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 25 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેમાં મોટાભાગે બનાસકાંઠા, અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં વરસાદની માત્રા ઘટી
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, એક તબક્કે રાજ્યમાં 15 ઈંચ કરતા પણ વધારે પડ્યો હતો. જોકે છેલ્લા બે દિવસથી વરસાદ પડવાની માત્રા 3 ઈંચ કરતા પણ ઓછી થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ- દુબઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટમાં ધુમાડો દેખાતા રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
24 કલાકમાં છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં માત્ર 2.68 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદના લીમખેડામાં 2.09 ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં 2 ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.
