શિયાળામાં વિટામિન-D માટે તડકામાં બેસવાનો શ્રેષ્ઠ સમય જાણો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Greatest time for daylight Vitamin D in winter: શિયાળાની ઋતુમાં વાતાવરણમાં ઠંડક વધતાની સાથે જ ઘણા લોકોમાં સાંધાના દુખાવા, થાક અને નબળાઈની ફરિયાદ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ શરીરમાં વિટામિન-D ની ઉણપ હોઈ શકે છે. સૂર્યપ્રકાશ એ વિટામિન-D નો સૌથી સરળ, મફત અને કુદરતી સ્ત્રોત છે, પરંતુ શિયાળામાં યોગ્ય સમયે તડકો લેવામાં ન આવે તો શરીરને પૂરતું પોષણ મળતું નથી.

ચલો અમે તમને જણાવીએ કે શિયાળામાં વિટામીન ડી ની ઉણપથી તમને કયાં પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને કયા સમયે સૂર્યપ્રકાશ લેવાથી તમારા શરીરને ફાયદો થશે.

વિટામીન ડી ની ઉણપથી ઠંડીની સિઝનમાં સૌથી વધુ તકલીફ હાડકામાં થાય છે. સાંધામાં દુખાવો અને શરીર ઝકડાઈ જવાથી ઉભા થવામાં અને બેસવામાં તકલિફ થાય છે. પરંતુ સૂર્યપ્રકાશની કિરણોથી તમે આ અછતને પૂર્ણ કરી શકો છો.

આ પણ વાંચો: ફ્રિજમાં લીલા મરચાં બગડી જાય છે? ઘરે જ બનાવો ‘લીલા મરચાંનો પાવડર’, મહિનાઓ સુધી રહેશે તાજો

શિયાળામાં સૂર્યપ્રકાશ યોગ્ય માત્રામાં લેવાથી નબળી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ મજબૂત થાય છે.

સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોન પેદા થાય છે જેનાથી સારી રીતે ઊંઘ આવે છે.

શિયાળામાં ત્વચા સંબંધી બીમારીઓ ખુબ જ વધારે થાય છે. સૂર્યપ્રકાશ લેવાથી  ફંગલ પ્રોબ્લમ, એગ્જિમા અને સ્કિન સોરાયસિસ થતા નથી.

સૂર્યપ્રકાશનો ભરપુર લાભ લેવા માટે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3-4 વખત સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન અથવા બપોર પછી 2 થી 4 ની વચ્ચે 15 થી 20 મિનિટ હૂંફાળો સૂર્યપ્રકાશ લો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *