Sonia Gandhi ebook Belonging: A Journey of Love : વરિષ્ઠ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતાની બુક ‘Belonging: A Journey of Love’ માં હિંદુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકર વિશે કેટલીક આલોચનાત્મક વાતો લખી છે, જેના મહારાષ્ટ્રની સત્તાધારી શિવસેનાએ સખત વિરોધ કર્યો છે. એકનાથ શિંદેની શિવસેનાએ તીવ્ર પ્રતિક્રિયા આપતા માંગ કરી છે કે પુસ્તકમાંથી કેટલાક ભાગને દૂર કરવામાં આવે. સાવરકરનો ઉલ્લેખ પુસ્તકના પૃષ્ઠ 201 અને 443 પર કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે મહારાષ્ટ્રમાં આ પુસ્તકના વિતરણ પર પ્રતિબંધની પણ માંગ કરી છે.
બુક 16 નવેમ્બરે લોન્ચ થઇ હતી
આ 544 પાનાંની આ સંસ્મરણ બુક 16 નવેમ્બરે દિલ્હીમાં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં સોનિયા ગાંધી કોંગ્રેસના ઇતિહાસ અને પાર્ટીના આરએસએસ વિરુદ્ધ વિરોધ વિશે ચર્ચા કરે છે, જેમાં સાવરકર દ્વારા અંગ્રેજોને મોકલવામાં આવેલી દયા અરજીઓનો પણ ઉલ્લેખ છે. આ એક એવો વિષય છે જેના પર હંમેશા રાજકીય ચર્ચાનો થતી રહે છે.
સોનિયા ગાંધીએ પુસ્તકમાં શું લખ્યું?
સોનિયા ગાંધી પોતાના બુકમાં લખે છે કે જ્યારે કોંગ્રેસના સ્વતંત્રતા સેનાનીઓ બ્રિટિશ શાસકોના હુમલાઓનો સામનો કરી રહ્યા હતા અને જેલમાં જઈ રહ્યા હતા, ત્યારે વિનાયક દામોદર સાવરકર જેવા આરએસએસના વરિષ્ઠ વિચારકો પોતાના ઔપનિવેશક માલિકોને દયા અરજી લખી રહ્યા હતા અને તેમના સભ્યો બ્રિટિશ અધિકારીઓ સાથે મિલિભગત કરી રહ્યા હતા.
તે જ વિભાગમાં તે કહે છે કે આરએસએસ કોંગ્રેસ અને તેના મૂલ્યોને એક હિંદુ રાષ્ટ્ર બનાવવાની યોજના માટે સૌથી મોટો અવરોધ માનતો હતો, એક એવું રાષ્ટ્ર જ્યાં અન્ય ધર્મના લોકો દ્વિતીય શ્રેણીના નાગરિક બનીને રહી જાય. તે આ પણ લખે છે કે આરએસએસના પ્રમુખ વિચારકોએ હિટલર અને લઘુમતીઓને લઇને પ્રત્યેની નીતિઓની પ્રશંસા કરી હતી.
પૃષ્ઠ 443 પર સોનિયા ગાંધીએ સાવરકરના હિંદુત્વ દૃષ્ટિકોણની તુલના કરતા લખ્યું કે એક વિપરિત દ્રષ્ટીકોણ, જેને ગાંધીજીના સમકાલીન વિનાયક દામોદર સાવરકરે રજુ કર્યો હતો, જે હિંદુત્વ નામની વિચારધારાના જનક હતા. ભારત મુખ્યત્વે એવા રાષ્ટ્રના રુપમાં જોવે છે જ્યાં હિંદુઓ સર્વોચ્ચ છે. આ દૃષ્ટિકોણ આરએસએસ, ભાજપ અને તેમના ઘણા સહયોગી સંગઠનો સ્વીકારે છે. આ બધાને મળીને સંઘ પરિવાર અથવા આરએસએસ પરિવાર કહેવામાં આવે છે.
પુસ્તકમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ વિચારધારા હિંદુ સંસ્કૃતિના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાના કારણે નાગરિકોના બંધારણીય અધિકારોને માનવાથી ઇન્કાર કરે છે. તે તેને રુઢીવાદી, પિતૃસત્તાત્મક અને પદાનુક્રમિત સત્તા અને ધનના કેન્દ્રિયકરણને પક્ષધર બનાવે છે અને કહે છે કે ભાજપનું વર્તમાન નેતૃત્વ આનું પ્રતીક છે.
સાવરકર હિંદુ મહાસભાના એક પ્રખ્યાત નેતા હતા
સાવરકર હિંદુ મહાસભાના પ્રખ્યાત નેતા હતા અને 1937 થી 1943 સુધી તેના પ્રમુખ તરીકે સેવા આપી. હિંદુ મહાસભા અને આરએસએસ અલગ-અલગ સંગઠનો હતા.
મહારાષ્ટ્રમાં સાવરકર મોટો મુદ્દો કેમ છે?
શિવસેના અને ભાજપ માટે સાવરકર લાંબા સમયથી હિંદુત્વ રાજકારણનું કેન્દ્ર માનવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં તે એક મુખ્ય રાજકીય મુદ્દા બની ગયો છે, જેનો ઉપયોગ વિરોધી શિવસેના (UBT)ને ઘેરવા માટે કરવામાં આવે છે. આ ત્યારે વધુ મહત્વપૂર્ણ બન્યો જ્યારે 2019ની વિધાનસભા ચૂંટણી પછી, ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન તોડી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.
આ પણ વાંચો – ખોળા વાળા નિવેદન પર ભાજપનો કટાક્ષ, રાહુલ ગાંધીએ શિવ-પાર્વતીનો ફોટો શેર કરી જવાબ આપ્યો
શિવસેનાએ 1980માં હિંદુત્વ અપનાવ્યું હતું
1966માં મરાઠીઓ માટે રોજગારની તકો માંગવા માટે રચાયેલી શિવસેનાએ 1980ના દાયકામાં હિંદુત્વને સંપૂર્ણ રીતે અપનાવ્યું હતું. 1989માં ભાજપ સાથેના ગઠબંધન આ બદલાવને વધુ મજબૂત બનાવ્યું. બાલ ઠાકરેના પિતા પ્રબોધનકર સાવરકરના ટિકાકાર હતા, બાલ ઠાકરે આ હિંદુત્વ વિચારકને રાજકીય રીતે ખૂબ માન આપતા હતા.
કોંગ્રેસે હંમેશા વિરોધ કર્યો
કોંગ્રેસે હંમેશા સાવરકરની વિચારધારાનો વિરોધ કર્યો છે. 26 ફેબ્રુઆરી 2003ના રોજ, જ્યારે સંસદના સેન્ટ્રલ હોલમાં તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામે સાવરકરના ફોટોનું અનાવરણ કર્યું ત્યારે કોંગ્રેસ અને વામપંથી પક્ષોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને પત્ર લખીને આ અનાવરણ કાર્યક્રમમાં હાજર ન રહેવા વિનંતી કરી હતી.
