Rainfall Measurement science : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અડધુ સુરત પાણીમાં સમાયું છે. સુરતમાં લગભગ 18 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ વલસાડના નાનાપોંડામાં 38 એમએમ એટલે કે 1.50 ઈંચ નોંધાયો છે.
શું તમને ખબર છે કે વરસાદ કેવી રીતે માપવામાં આવે છે. જો ના તો ચાલો હવે સમજાવીએ કે વરસાદ કેવી રીતે માપવામાં આવે છે અને એક મિલીમીટરનો અર્થ શું થાય છે.વરસાદ માપવાનું રસપ્રદ વિજ્ઞાન.
વરસાદ કેવી રીતે મપાય છે?
હવામાન વિભાગ વરસાદને મિલીમીટરમાં માપે છે. વરસાદ માપવા માટે હવામાન વિભાગે દેશના દરેક જિલ્લામાં DRMS ​​સ્ટેશનો (વરસાદ માપન કેન્દ્રો) સ્થાપિત કર્યા છે. આ DRMS ​​સ્ટેશનો પર સ્થાપિત વરસાદ માપકમાં વરસાદનું પાણી એકત્રિત કરવામાં આવે છે. તેનું પ્રમાણ મિલીમીટરમાં માપવામાં આવે છે.
એક મિલીમીટર વરસાદ કેટલો થાય છે?
IMD અનુસાર જો વરસાદી પાણી સપાટ સપાટી પર વહેતા વગર એકઠું થાય છે, તો પાણીની ઊંડાઈ મિલીમીટરમાં માપવામાં આવે છે. એક મિલીમીટર વરસાદ એટલે એક ચોરસ મીટર પર પડતા એક લિટર પાણી. વલસાડના નાનાપોંડા વિસ્તારમાં 24 કલાકમાં 38 મીમી વરસાદ પડ્યો, એટલે કે એક ચોરસ મીટરમાં 38 લિટર પાણી એકઠું થયું.
આ પણ વાંચોઃ- પોપકોર્ન ગરમ થતાં જ કેમ ફૂટી જાય છે? અહીં જાણો તેની પાછળનું રસપ્રદ વિજ્ઞાન
હવામાન વિભાગ અનુસાર, જો 24 કલાકમાં 64.5 થી 115.5 મીમી વરસાદ પડે, તો તેને ભારે વરસાદ ગણવામાં આવે છે. 115.6–204.4 મીમી વરસાદ ખૂબ ભારે માનવામાં આવે છે. 204.5 મીમી કે તેથી વધુ વરસાદને અત્યંત ભારે ગણવામાં આવે છે.
