અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: કોર્પોરેશને જાહેર કર્યા શહેરના 45 ‘હોટ સ્પોટ’ વિસ્તારો, તમારા વિસ્તારનું નામ છે કે નહીં? ચેક કરો લિસ્ટ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: કોર્પોરેશને જાહેર કર્યા શહેરના 45 ‘હોટ સ્પોટ’ વિસ્તારો, તમારા વિસ્તારનું નામ છે કે નહીં? ચેક કરો લિસ્ટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


દર વર્ષે જેઠ મહિનામાં ‘નૌતપ’ તરીકે ઓળખાતો સમયગાળો શરૂ થાય છે. પંચાંગ ગણતરીઓ અનુસાર, સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નૌતપ શરૂ થાય છે, જે નવ દિવસ સુધી ચાલે છે. નૌતપ (જેને નવતપ પણ કહેવામાં આવે છે) એ એવા સમય તરીકે ગણવામાં આવે છે જ્યારે સૂર્યના કિરણો નોંધપાત્ર રીતે તીવ્ર બને છે, જેના કારણે પૃથ્વીના રહેવાસીઓ ગરમ પવનો, સળગતા સૂર્યપ્રકાશ અને ગરમીના મોજાથી પીડાય છે. આ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાએ પણ શહેરમાં 26-05-2026 થી 31-05-2026 દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પોતાના સત્તાવાર એક્સ (પહેલા ટ્વીટર) હેન્ડલ દ્વારા ખાસ જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, “અમદાવાદમાં 26-05-2026 થી 31-05-2026 દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 42°C સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીતા રહો, બપોરના સમયે અનાવશ્યક બહાર જવાનું ટાળો અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો”.

આ પોસ્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 15 વોર્ડમાં કૂલ 45 હોટ સ્પોટ વિસ્તારોની પહોળાઈ અને લંબાઈ સાથેની યાદી જાહેર કરી છે.

બીજી તરફ અમદાવાદ કોર્પોરેશને નાગરીકોને અસહ્ય તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે. ત્યાં જ ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવાની સલાહ આપી છે અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા માટે સલાહ આપી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *