જીવનશૈલી | જો તમે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો અથવા લંચ શોધી રહ્યા છો, તો આ પ્રોટીન રેપ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. પનીર, એવોકાડો અને મોઝેરેલા ચીઝનું કોમ્બિનેશન શરીરને જરૂરી પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ પૂરું પાડે છે.
શેઝવાન ચટણી અને બેઝિલ લિવ્સનો ચટપટો સ્વાદ આ રેપને સુપર ટેસ્ટી બનાવે છે. આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ છે અને તે તમને લાંબા સમય સુધી સંતૃપ્ત રાખવામાં મદદ કરે છે, અહીં જાણો પ્રોટીન રેપ રેસીપી
પ્રોટીન રેપ રેસીપી
સામગ્રી
- 100 ગ્રામ પનીર
- 1/2 એવોકાડો
- ટામેટાની સ્લાઈસ
- બ્લેક ઓલિવ
- તુલસીના પાન
- 3 ચમચી મોઝેરેલા ચીઝ
- સ્વાદ પ્રમાણે મીઠું
- કાળા મરી
- 1/4 ચમચી શેઝવાન ચટણી
પ્રોટીન રેપ બનાવવાની રીત
સૌથી પહેલા એક બાઉલમાં પનીરને ના નાના ટુકડા કરી લો અથવા તેને હળવું છીણી લો. એવોકાડોને મેશ કરી લો અથવા પાતળી સ્લાઈસમાં કાપી લો.
સૌથી પહેલા એક બાઉલમાં પનીરને ના નાના ટુકડા કરી લો અથવા તેને હળવું છીણી લો. એવોકાડોને મેશ કરી લો અથવા પાતળી સ્લાઈસમાં કાપી લો.
પ્રોટીન રોટી અથવા રેપ બેઝ પર 1/4 ચમચી શેઝવાન ચટણી સરખી રીતે લગાવો. હવે રેપ પર મેશ કરેલું એવોકાડો પાથરો. ત્યારબાદ તેની ઉપર પનીરના ટુકડા, ટામેટાની સ્લાઈસ, બ્લેક ઓલિવ અને તાજા તુલસીના પાન ગોઠવો.
નાસ્તામાં બનાવો હેલ્ધી હાઈ પ્રોટીન ટિક્કી, ઓછા સમયમાં બની જશે!
ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું અને કાળા મરીનો પાવડર છાંટો. અંતમાં ૩ ચમચી મોઝેરેલા ચીઝ બરાબર ફેલાવો.
રેપને બંને બાજુથી કાળજીપૂર્વક વાળીને રોલ કરી લો. નોન-સ્ટિક તવા પર થોડું બટર કે ઘી મૂકીને રેપને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ચીઝ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે શેકી લો. ગરમાગરમ પ્રોટીન રેપને વચ્ચેથી કાપીને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
