શેરબજાર સેન્સેક્સમાં 2000 પોઇન્ટનો ઉછાળો કેમ આવ્યો? Defined

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Inventory Market Rally : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો નોધાયો છે. 25 નવેમ્બર, 2026ના રોજ શેરબજારમાં ઇન્ટ્રા ડે ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 2000 પોઇન્ટ ઉછળ્યો છે, તો નિફ્ટીમાં 590 પોઇન્ટની તેજી આવી છે. બેરિસ સેન્ટિમેન્ટ માંથી બહાર નીકળીને રોકાણકારો ઇક્વિટી બજારમાં પાછા ફર્યા છે. શેરબજારમાં આ તેજી પાછળ ઘણા પરિબળોનું યોગદાન છે.

શેરબજારમાં તેજી પાછળના પરિબળોમાં પ્રોત્સાહક વૈશ્વિક સંકેતો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા સતત ખરીદી અને મજબૂત કોર્પોરેટ પરિણામો હતા. શેરબજારમાં 2.4 ટકાની તેજી ત્યારે આવી છે જ્યારે વૈશ્વિક બજારો, ખાસ કરીને ટેકનોલોજી અને AI સ્ટોકમાં મોટી વોલેટિલિટી આવી છે, જેના કારણે મુખ્ય ઇક્વિટી ઇન્ડેક્સ પર પણ અસર થઇ છે.

BSE સેન્સેક્સ ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન લગભગ 2,000 પોઈન્ટ કે 2.4 ટકા ટકાથી વધારે ઉછળીને 84,498 ટોચે પહોંચ્યો હતો. તો NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 600 પોઇન્ટ કે 2.3 ટકાથી વધારે ઉછળીને 25,951 ઇન્ટ્રા ડે ટોચ સુધી પહોંચ્યો હતો.

શેરબજારમાં સોમવારે તીવ્ર કડાકા બાદ માર્કેટ રિબાઉન્સ થયું છે. ત્યારબાદ મંગળવારે વૈશ્વિક બજારોમાં તેજી આવી હતી જ્યારે ભારતીય શેરબજારો બંધ હતા. આથી મંગળવારની અસરની આજે જોવા મળી છે.

શેરબજારમાં આ રિકવરી એવું પણ દર્શાવે છે કે, તાજેતરના નફાકારક અને બજારમાં અસ્થિરતા હોવા છતાં, વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટીઝથી દૂર ગયા નથી.

‘કેચ-અપ’ રેલી

બુધવારની રેલીના મુખ્ય કારણોમાંનું એક હતું મંગળવારે વૈશ્વિક ઇક્વિટી બજારોમાં સકારાત્મક ટ્રેન્ડ (જ્યારે ભારતમાં શેરબજાર બંધ હતા). આંતરરાષ્ટ્રીય સ્તરો પરથી મજબૂત સંકેતો, ખાસ કરીને યુએસ ટેક્નોલોજી સ્ટોકમાં રિકવરી, રોકાણકારોને સ્થાનિક બજારમાં પાછા આવવા પ્રેરિત કરી રહી છે.

વૈશ્વિક બજારોમાં આ રિકવરી એ અગાઉના સેશનમાં ભારે કડાકા બાદ રોકાણકારોની ચિંતા ઘટાડવામાં મદદ કરી. બજાર વિશ્લેષકો કહે છે કે વૈશ્વિક સ્તરે જોખમ લેવાની ક્ષમતા સુધરતાં, ભારતીય ઇક્વિટીઝમાં ખરીદી ફરી શરૂ થઈ, જેના પરિણામે વિવિધ સેક્ટરના શેરને ફાયદો થયો છે. 

આ તેજી એશિયન બજારોમાં ગ્લોબલ ટેકનોલોજી સ્ટોક્સના વધતા પ્રભાવને પણ દર્શાવે છે. દક્ષિણ કોરિયા, તાઇવાન અને જાપાન જેવા બજારોમાં, જ્યાં AI અને સેમિકન્ડક્ટર ઇન્વેસ્ટમેન્ટ સાયકલ પર મહત્વપૂર્ણ અસર કરે છે, તો નાસ્ડેકમાં વધઘટની પણ અસર થાય છે.

Share Market Jumps
શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. {Photograph}: (Pinterest)

AI થી અસ્થિરતા વધી

માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, AI સ્ટોકમાં મોટા ફેરફારો વૈશ્વિક ઇક્વિટી બજારોમાં અસ્થિરતાનું મુખ્ય કારણ બની ગયા છે. એક માર્કેટ ડીલરે સમજાવ્યું, “જ્યારે નાસ્ડેક ઘટે છે, ત્યારે દક્ષિણ કોરિયા, તાઇવાન અને જાપાન જેવા અન્ય A ફોક્સ્ડ માર્કેટ પણ તૂટે છે; અને જ્યારે Nasdaq વધે છે, ત્યારે AI ટ્રેડિંગથી પ્રભાવિત આ બજારો પણ રિકવર થાય છે. ”

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાં વધારો આ ફેરફારોને ઝડપી બનાવે છે, જે ઘટાડો અને રિકવરી બંનેને ઝડપી બનાવે છે. આ સ્પષ્ટ રીતે સોમવારે ભારતીય બજારમાં તીવ્ર ઘટાડા દરમિયાન જોવા મળ્યું, જ્યારે પ્રોફિટ બુકિંગનું દબાણ નોધપાત્ર ઉંચુ હતું.

ચિંતાજનક બાબત એ છે કે બજારો હવે મૂળભૂત આર્થિક પરિબળોમાં ફેરફાર કરતા વધુ અણધાર્યા અને શોર્ટ ટર્મ ટ્રેડિંગ એક્ટિવિટી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરિણામે, વૈશ્વિક ટેક્નોલોજી સ્ટોકમાં મોટા ફેરફારો અન્ય બજારોમાં પણ અતિશય અસ્થિરતા પેદા કરી રહ્યા છે.

FIIની ભારતીય શેરબજારમાં વાપસી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત ખરીદી ભારતીય શેરબજારને ટેકો આપતું મુખ્ય પરિબળ છે. તાજેતરના પ્રોફિટ બુકિંગ અને મોટા બજાર અસ્થિરતા હોવા છતાં, FIIs ભારતીય શેરમાં નેટ બાયર રહ્યા છે. આ મહિને અત્યાર સુધી, ભારતમાં તેમનું રોકાણ રેકોર્ડ 13.2 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે, જે તેમના ઇન્વેસ્ટમેન્ટ વ્યૂમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે.

આવું એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વિદેશી રોકાણકારોનો સતત મૂડીપ્રવાહ બજારમાં લિક્વિડિટી વધારે હોય છે અને માર્કેટ વેલ્યૂએશને ટેકો આપે છે, ખાસ કરીને લાર્જ-કેપ સ્ટોક્સના માલમામાં.

આ સતત લેવાલી દર્શાવે છે કે વિદેશી રોકાણકારો હવે શોર્ટ ટર્મ વોલેટિલિટીથી આગળ જોઈ રહ્યા છે અને ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની શક્યતાઓનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યા છે.

રોકાણકારોએ શું ધ્યાન સાવધાની રાખવી?

તાજેતરની તેજી ભારતીય શેરબજારની મજબૂતી દર્શાવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વોલેટિલિટી સમાપ્ત થઈ ગઈ છે. ગ્લોબલ ટેકનોલોજી સ્ટોક્સનું પ્રદર્શન, ડેરિવેટિવ્સની સ્થિતિ અને વિદેશી રોકાણકારોનો મૂડીપ્રવાહ શોર્ટ ટર્મ માટે બજારની દિશા પર અસર કરશે.

આ પણ વાંચો | Anthropic IPO શેર લિસ્ટિંગ ધમાકેદાર, 5100 કર્મચારીઓ કરોડપતિ બન્યા, 600 પાસે $ 100 મિલિયનથી વધુ સંપત્તિ

બજાર વિશ્લેષકો માનતા હોય છે કે રોકાણકારોએ વૈશ્વિક AI ટ્રેડિંગ સાથે જોડાયેલા અતિશય અણધાર્યા અને મોટી અસ્થિરતાથી મૂંઝાવવું જોઇએ નહીં. તેના બદલે, તેમને કોર્પોરેટ કહાણી, આર્થિક વૃદ્ધિ અને મૂડી પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *