જીવનશૈલી | તહેવારોની સિઝનમાં કે ખાસ પ્રસંગોએ જો તમે ઘરે જ રોયલ અને મોંઘી સ્વીટ જેવો સ્વાદ મેળવવા માંગતા હોવ, તો કાજુ મખાના મીઠાઈ બેસ્ટ ઓપ્શન છે. કાજુની રીચનેસ અને મખાનાના પોષક તત્ત્વોથી ભરપૂર આ મીઠાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, બનાવવામાં પણ એટલી જ સરળ છે.
કેસર, એલચી અને સુકા મેવાના ગાર્નિશિંગ સાથે બનતી આ મીઠાઈ મોંમાં મૂકતાં જ ઓગળી જાય છે. બજારની ભેળસેળવાળી મીઠાઈઓ છોડીને આ વખતે ઘરે જ પ્યોર અને પૌષ્ટિક કાજુ મખાના મીઠાઈ બનાવો, જે બાળકોથી લઈને વડીલો સુધી સૌને ખૂબ પસંદ આવશે.
કાજુ મખાના મીઠાઈ રેસીપી
સામગ્રી
- 1 કપ કાજુ
- ½ કપ મખાના
- જરૂર મુજબ ખાંડ
- જરૂર મુજબ પાણી
- સમારેલા પિસ્તા
- સમારેલા કાજુ
- સમારેલા બદામ
- કેસર
કાજુ મખાના મીઠાઈ બનાવવાની રીત
સૌ પ્રથમ કાજુને બારીક પાવડરમાં પીસી લો. મખાનાને શેકી લો, તેને પાવડરમાં પીસી લો અને બાજુ પર રાખો.
ખાંડ અને પાણી સાથે એક તાર ખાંડની ચાસણી તૈયાર કરો. કાજુ અને મખાના પાવડર ઉમેરો અને મિશ્રણ એક સાથે ન આવે ત્યાં સુધી કુક કરો.
ગણપતિ બાપ્પાને પ્રસાદમાં ધરો મિલેટ મોદક, હેલ્ધી બનાવવા આ વસ્તુ ઉમેરો
મિશ્રણને બે ભાગમાં વહેંચો. એક ભાગમાં સમારેલા સૂકા ફળો અને કેસર ઉમેરો. ડ્રાય-ફ્રુટ મિશ્રણમાંથી નાના ગોળા બનાવો.
વરસાદી માહોલમાં બનાવો એકદમ યુનિક મરચાના ભજીયા, મજેદાર લાગશે!
સાદા કાજુના મિશ્રણના કેટલાક ભાગ લો, તેમાં ડ્રાય-ફ્રૂટ બોલ્સ ભરો અને તેમને થોડી ચપટી ટિક્કીનો આકાર આપો. સિલ્વર ફોઈલથી ડેકોરેટ કરો અને સર્વ કરો.
