કાજલ બારૈયા હત્યા કેસમાં આરોપી ફેઝલ લાખાણીને છેલ્લા શ્વાસ સુધીની જેલ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ભાવનગરમાં પોતાની પ્રેમિકાની હત્યાના કેસમાં કોર્ટે આરોપી જે તેનો પ્રેમી હતો તેને આજીવન કેદની સજા ફટકારી છે. 3 સપ્ટેમ્બરના રોજ, ફૈઝલ નામના પ્રેમીએ ભાવનગર બસ સ્ટેન્ડ પર પોતાની પ્રેમિકા કાજલ પર હુમલો કર્યો હતો. ફૈઝલને શંકા હતી કે કાજલના અન્ય કોઈ પુરુષ સાથે સંબંધો છે. પોલીસ તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે 31 દિવસની અંદર જ ચુકાદો આપીને ગુનેગારને આજીવન કેદની સજા સંભળાવી છે.

પોસ્ટમોર્ટમ કરાવવાનો વિરોધ

આ ઘટના ભાવનગર બસ સ્ટેન્ડ પર બની હતી જ્યાં ફૈઝલે કાજલ પર હુમલો કરીને તેને ઘાયલ કરી હતી. આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. હુમલા બાદ ફૈઝલ કાજલને હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ પોતાનો ગુનો છુપાવવા માટે તેણે જૂઠું બોલતા કહ્યું હતું કે કાજલ પથ્થરના સ્લેબ પર પડી ગઈ હતી, જેના કારણે તેને ઈજાઓ થઈ છે. બાદમાં ગંભીર ઈજાઓને કારણે કાજલનું મૃત્યુ થયું હતું. ફૈઝલે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો પણ વિરોધ કર્યો હતો.

ત્યારબાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો અને સત્ય બહાર લાવવા માટે તપાસ શરૂ કરવામાં આવી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી. તપાસમાં સ્પષ્ટ થયું કે કાજલનું મૃત્યુ પથ્થરના સ્લેબ પર પડવાને કારણે નહીં પરંતુ ફૈઝલ દ્વારા કરવામાં આવેલા હુમલાને પરિણામે થયું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં પ્લોટ વેચાણના નામે ₹2.34 કરોડની ઠગાઈ, સી.જી. રોડના બિલ્ડરો સામે નવરંગપુરામાં FIR

પોલીસ કસ્ટડીમાં હોવા છતાં ફૈઝલે એક કાવતરું ઘડ્યું. તેણે પોતાના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો અને મુખ્ય સાક્ષી રવિ બારૈયાના અપહરણનું આયોજન કર્યું. તેના પરિવારજનોએ સાક્ષીનું અપહરણ કર્યું અને તેને કોઈ અજ્ઞાત સ્થળે છુપાવી દીધો, જેથી તે કોર્ટમાં હાજર ન થઈ શકે. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, જેના કારણે અપહરણકર્તાઓ ગભરાઈ ગયા અને સાક્ષીને મુક્ત કરી દીધો.

આ ઘટના બાદ રવિ કોર્ટમાં સાક્ષી આપવા માટે હાજર થયો. આ ઉપરાંત કાજલના પુત્રએ પણ કોર્ટમાં જુબાની આપી અને ફૈઝલને પોતાના પિતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. હવે કોર્ટે ફૈઝલને બાકીનું જીવન જેલમાં વિતાવવાની સજા ફટકારી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *