Asian Video games 2026 Opening Ceremony : જાપાનના આઈચી-નાગોયામાં 2026 એશિયન ગેમ્સનો ભવ્ય પ્રારંભ થયો છે. પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. આ દરમિયાન ભારતીય ટુકડીએ પણ ઉત્સાહ અને ગર્વ સાથે કૂચ કરી હતી. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય શૂટર મનુ ભાકર અને સ્ટાર કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે હાથમાં તિરંગો પકડીને ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું.
મનુ ભાકર અને પવન સેહરાવતે ભારતીય દળનું નેતૃત્વ કર્યું
ભારતીય દળની એન્ટ્રી ઓપનિંગ સેરેમનીની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંની એક હતી. મનુ ભાકર અને પવન સેહરાવતે તેમના હાથમાં ત્રિરંગો પકડીને આગળ રહ્યા હતા. તેમની પાછળ ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે માર્ચ કરતા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. મનુ ભાકરની એશિયન ગેમ્સમાં આ ત્રીજી ભાગીદારી છે. તે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતી ચુકી છે. જ્યારેપવન સેહરાવત 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય કબડ્ડી ટીમનો ભાગ હતો.
તજિન્દરપાલ સિંહ તૂરના બદલે પવન સેહરાવતને તક મળી
શૉટપુટ સ્ટાર તજિન્દરપાલ સિંહ તૂરનું નામ શરૂઆતમાં પુરુષોના ધ્વજવાહક તરીકે રાખવામાં આવ્યું હતું. પરંતુ સમારોહની કીટ સાથે જોડાયેલી ટેકનિકલ સમસ્યાને કારણે તેમને છેલ્લી ઘડીએ બદલવાની ફરજ પડી. તેના બદલે પવન સેહરાવતે ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. તૂર એશિયન ગેમ્સમાં ભારતની મેડલ આશાઓમાં મુખ્ય ખેલાડી છે. ગત વખતની જેમ આ વખતે પણ ભારત માટે શોટપુટમાં ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે.
જાપાનના સમ્રાટે સત્તાવાર રીતે રમતોનું ઉદ્ઘાટન કર્યું
ઓપનિંગ સેરેમની દરમિયાન જાપાનના સમ્રાટ નારુહિતોએ 20મી એશિયન ગેમ્સની સત્તાવાર શરૂઆત કરાવી હતી. આન સાથે જ આઈચી-નાગોયા એશિયન ગેમ્સની ઔપચારિક શરૂઆત થઈ હતી અને એશિયાભરના ખેલાડીઓ હવે મેડલ માટે મેદાનમાં ઉતરશે. ભવ્ય સમારોહમાં 45 દેશો અને પ્રદેશોના રમતવીરો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. જાપાનના પરંપરાગત સંગીત અને નૃત્ય સાથે સમારોહની શરૂઆત થઇ હતી. કલાકારોની પ્રસ્તુતિમાં ‘WELCOME’ સંદેશ પણ દર્શાવવામાં આવ્યો હતો.
એશિયન ગેમ્સ 2026 : ભારતે જાપાનને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું, શેફાલી વર્મા અને શ્રીચરણી ઝળક્યા
હાંગઝોઉ 2023માં ભારતે કુલ 107 મેડલ જીત્યા હતા
એશિયન ગેમ્સ 2026 ની સત્તાવાર શરૂઆત ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ ગઇ છે. ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં મેડલ માટે સ્પર્ધા કરશે. આ વખતે ભારત પાછલા એશિયન ગેમ્સના રેકોર્ડ પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. હાંગઝોઉ 2023માં ભારતે કુલ 107 મેડલ જીત્યા હતા, જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સામેલ હતા.
