Moong Dal Laddu Recipe : કોઈ પણ ખાસ પ્રસંગ હોય કે મીઠાઈ ખાવાની ઇચ્છા થઇ હોય તો મોટાભાગના લોકો બજારની મીઠાઈઓને બદલે ઘરે બનાવેલા ગળી વસ્તુને પસંદ કરે છે. આ જ કારણ છે કે ઘરમાં દાદી, નાની, માતા કઇકને કઇક ગળ્યું બનાવીને રાખતી હતી. પછી તે હલવો હોય, બરફી હોય કે લાડુ. માત્ર મોટો લોકો જ નહીં પરંતુ બાળકો પણ મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમે ઘરે દર વખતની જેમ હલવો અથવા બરફી બનાવવાને બદલે કંઈક નવું ટ્રાય કરી શકો છો. તમે ઘણી વખત મગની દાળનો હલવો ખાધો હશે પરંતુ આજે અમે તમને મગ દાળના લાડુ બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.
હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ગણપતિ દાદાને ભોગ ધરાવવામાં આવે છે. જેમાં તમે મગ દાળના લાડુ બનાવી ભોગ ધરાવી શકો છો. તમે ઘરે સરળતાથી મગની દાળના લાડુ બનાવી શકો છો. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે તમારે મગ દાળને પલાળવાની જરૂર રહેશે નહીં. તે ઓછી સામગ્રી અને ઓછા સમયમાં સરળતાથી તૈયાર કરી શકાય છે. આ ખાસ રેસીપી નિશા મધુલિકાએ યુટ્યુબ ચેનલ પર શેર કરી છે.
સામગ્રી
- ધોયેલી મગની દાળ – 1 કપ
- એલચી – 10-12
- કાજુ – 15-20
- તરબૂચના બીજ – 2 ચમચી
- ઘી – 1/4 કપ
- મલાઇ – 1 કપ
- બુરા (દળેલી ખાંડ) – 200 ગ્રામ
બનાવવાની રીત
મગની દાળના લાડુ બનાવવા માટે ધોયેલી મગની દાળ (પોલિશ કર્યા વગરની પીળી દાળ)નો ઉપયોગ કરો. લાડુ બનાવવા માટે દાળને પલાળવાની જરૂર નથી. આ માટે સૌ પ્રથમ મગની દાળને પાણીથી સારી રીતે ધોઈ લો. જેથી ધૂળ, મોટી કે પોલિશ નીકળી જાય. હવે આ દાળને કપડા પર મૂકી સારી રીતે લૂછી લો. તમે દાળને લગભગ 10 મિનિટ સુધી હવામાં છોડી શકો છો.
હવે આ દાળને શેકવા માટે પેનને ગરમ કરો. તેને ધીમા તાપ પર સતત હલાવતા રહીને શેકી લો. જ્યાં સુધી તે આછી ગુલાબી અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી. ધ્યાનમાં રાખો કે દાળને હાઇ ફ્લેમ પર શેકવી નહીં. દાળને લગભગ 6 થી 7 મિનિટ સુધી હલાવતા રહો અને શેકી લો. જો દાળ ખાવામાં ક્રિસ્પી લાગે છે તો તેનો અર્થ એ છે કે તે શેકાઇ ગઇ છે. હવે ગેસ બંધ કરો.
સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો ડાયેટમાં આ ફુડ્સ સામેલ કરો, ફાયદો થશે
જ્યારે દાળ ઠંડી થઇ જાય ત્યારે તેને મિક્સરમાં મૂકી ઝીણી પીસી લો. જો તમને લાગે કે દાળ જાડી છે, તો તમે તેને ફિલ્ટર કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. હવે તરબૂચના દાણાને પેનમાં સૂકા શેકી લો. હવે કઢાઇમાં ઘી ઉમેરો. જ્યારે ઘી ગરમ થાય ત્યારે તેમાં મગની દાળનો પાવડર ઉમેરો. આ સમય દરમિયાન ગેસની ફ્લેમને ધીમી રાખો અને ચમચીથી ધીમે ધીમે હલાવો.
હવે તેમાં ફ્રેશ મલાઇ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. મલાઈથી લાડુ નરમ અને સ્વાદિષ્ટ બની શકે છે. જ્યારે દાળ શેકી જાય છે, ત્યારે તેમાં પીસેલા કાજુ ઉમેરો. તમે કાજુ બદામ ગ્રાઇન્ડ પણ કરી શકો છો અને તેને ઉમેરી શકો છો. હવે ગેસબંધ કરી ચમચી વડે હલાવતા રહો. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી સહેજ ઠંડુ કરી લો. જ્યારે મિશ્રણ સહેજ ઠંડુ થાય ત્યારે તેમાં દળેલી ખાંડ મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે તમારા હાથને સાફ કરો અને આ મિશ્રણથી લાડુ તૈયાર કરો.
