As we speak Climate Updates : ચોમાસાની સીઝન સમાપ્ત થવા છતાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ઘણા રાજ્યોમાં શિયાળાની ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે ફરીવાર ચિંતાજનક ચેતવણી આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે 9 ઓક્ટોબર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં ભયંકર વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે.
હવામાન વિભાગે પગહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનું એલર્ટ આપ્યું છે. ખેડૂતોને પણ ચેતવણી આપી છે કે, વાવાઝોડું અને ભારે પવનના કારણે અમુક વિસ્તારોમાં ખેતરોમાં ઉભા પાકને અસર થઇ શખે છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા જેવા રાજ્યો માટે ચિંતાજનક આગાહી છે.
પૂર્વોત્તર રાજ્યોમાં વીજળી પડાની ચેતવણી છે. IMDના મતે દક્ષિણ કિનારાના રાજ્યો ઓડિશા અને તેની નજીક ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ચક્રવાતી પરિભ્રમણ ચાલુ રહે છે.
15 રાજ્યોમાં વાવાઝોડું – વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા આજે 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.. આ વિસ્તારોમાં આજે એટલે કે 9 ઓક્ટોબરે ભારે પવન ફુંકાશે, જેની સ્પીડ પ્રતિ કલાક 60 કિમી સુધી પહોંચવાની આશંકા છે. આ 15 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક અને ઓડિશા શામેલ છે.
ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની સીઝન સમાપ્ત થઇ ગઇ છે, તેમ છતાં રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે. હવમાના વિભાગના જણાવ્યા મુજબ, રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ, ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેની અસરે ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.
