Silver Cleansing Ideas: ઘણા લોકો ચાંદીના ઘરેણા કાળા પડી જાય ત્યારે તેને સોનીને ત્યાં સાફ કરાવવા માટે આપે છે, પરંતુ તમે કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો દ્વારા ઘરે જ તેને નવા જેવા બનાવી શકો છો. ચાંદી પર જામી ગયેલી સલ્ફાઇડની પરતને દૂર કરવા માટે રસોડામાં ઉપલબ્ધ સાધનો જ કાફી છે.
ઘરે ચાંદીના દાગીના સાફ કરવા ખૂબ જ સરળ છે. તેના માટે પહેલા એક મોટું વાસણ લો. તમારા ચાંદીના દાગીના તેમાં ડૂબી જાય તેટલું પાણી તેમાં નાખો.
પછી પાણીને ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી ચાની ભૂકી ઉમેરો. ચાની ભૂકી પાણીમાં ભેળવવામાં આવે ત્યારે તેનો રંગ બદલાઈ જાય પછી તેમાં અડધી ચમચી શેમ્પૂ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને તેને મધ્યમ તાપ પર બે મિનિટ સુધી ઉકળવા દો.
હવે જે ચાંદીના દાગીના સાફ કરવાના છે તેને ધીમેથી મિશ્રણમાં નાખો. ખાતરી કરો કે બધા ઘરેણાં પાણીમાં ડૂબેલા છે.
ચટાકેદાર ગ્રેવી સાથે તૈયાર થતું પૌષ્ટિક રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક, નોંધી લો રેસીપી
ઘરેણાંને ત્રણ મિનિટ સુધી ઉકળવા દો. પછી ચૂલો/ગેસ બંધ કરો. ગરમ મિશ્રણમાં એક ચમચી ખાવાનો સોડા ઉમેરો . મિશ્રણમાં તરત જ પરપોટા બની જશે. એકવાર પરપોટા ઓછા થઈ જાય પછી મિશ્રણને એક બાઉલમાં ગાળી લો અને ફક્ત ઘરેણાં અલગથી કાઢો.
ઘરેણાંને ફિલ્ટર કરેલા પાણીમાં પાછા મૂકો અને તેને ત્રણ મિનિટ સુધી તેમાં રહેવા દો. પછી ઘરેણાં લો અને તેને પ્લેટમાં મૂકો. હવે દાગીના પર અડધી ચમચી શેમ્પૂ લગાવો અને સોફ્ટ બ્રશનો ઉપયોગ કરીને દાગીનાને સારી રીતે સ્ક્રબ કરો. ઘસ્યા પછી દાગીનાને પાણીથી સારી રીતે ધોઈ લો. છેલ્લે સ્વચ્છ કપડાથી દાગીનાને હળવેથી લૂછીને સૂકવી લો. હવે તમારા ચાંદીના દાગીના ચમકશે!
