Cucumber: કાકડી કડવી નીકળે તો ફોંકશો નહીં, આ 3 સરળ રીતે કડવાશ દૂર કરો

Cucumber: કાકડી કડવી નીકળે તો ફોંકશો નહીં, આ 3 સરળ રીતે કડવાશ દૂર કરો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Cucumber Bitterness Take away Ideas : ઉનાળાતુમાં કાકડીનું વધુ સેવન કરવામાં આવે છે, કારણ કે તે શરીરને ઠંડુ રાખવાની સાથે સાથે તેને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. કાકડીમાં લગભગ 90-95% પાણી હોય છે, જે આકરો તડકો અને હીટસ્ટ્રોક સામે રક્ષણ આપવામાં મદદગાર છે. આ સિવાય તેમાં વિટામિન કે, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર જેવા ઘણા આવશ્યક પોષક તત્વો પણ જોવા મળે છે, જે પાચનમાં સુધારો કરવામાં આખા શરીર માટે ફાયદાકારક છે. જો કે, ઘણી વખત કાકડી કડવી નીકળે છે, જેના કારણે લોકોને તેને ખાવાનું પસંદ નથી.

ઘણીવાર આવી કાકડીને ફેંકી દેવામાં આવે છે અથવા પશુઓને ખવડાવવામાં આવે છે. પરંતુ કેટલાક સરળ ઘરેલું ઉપાયોની મદદથી, કાકડીની કડવાશને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. કાકડીની કડવાશનું કારણ તેમાં હાજર કુકુર્બિટાસિન નામનું તત્વ છે, જે મુખ્યત્વે તેની ટોચ અને છાલની નજીક જોવા મળે છે. ચાલો કાકડીની કડવાશ દૂર કરવાની સરળ રીત વિશે જાણીયે.

મીઠું વાળું પાણી

કાકડીની કડવાશ દૂર કરવા માટે, કાકડીની છાલ કાઢો, તેની ગોળ સ્લાઇશ કાપો અને તેને હળવા મીઠાવાળા પાણીમાં 10-15 મિનિટ સુધી ડુબાડી રાખો. મીઠું કડવા તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

ઠંડા પાણીમાં રાખો

કાકડીની કડવાશને દૂર કરવાની બીજી રીત ઠંડુ પાણી છે. કાકડીને કાપી લો અથવા તેને 10-15 મિનિટ માટે ઠંડા પાણીમાં રાખી મૂકો જો ઇચ્છા હોય તો, તેમાં બરફના ટુકડા પણ ઉમેરી શકાય છે. ઠંડુ પાણી કાકડીમાં હાજર કડવા તત્વોની અસરોને ઘટાડવામાં મદદ કરે છે.

કાકડીની ટોચ કાપીને ઘસો

કાકડીની કડવાશ દૂર કરવાની આ સરળ અને પરંપરાગત રીત છે. સૌ પ્રથમ, કાકડીને સાફ પાણીથી સારી રીતે ધોઈ લો. આ પછી, કાકડીના બંને છેડાને છરી વડે સહેજ કાપી લો અને તેમને અલગ કરો. હવે કાકડીના કાપેલા ભાગ વડે તે ભાગને ઘસો, તેને ગોળ ફેરવો. થોડા સમય પછી, ત્યાં સફેદ ફીણ જેવો પદાર્થ બહાર આવવાનું શરૂ કરશે. આ ફીણ કાકડીમાં હાજર કડવા તત્વની નિશાની છે. આ ટ્રીક્સ કાકડીની કડવાશને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.

આ પણ વાંચો | ઉનાળામાં પીવો 5 ટેસ્ટી મેંગો ડ્રિંક્સ, શરીર ઠંડુ અને હાઇડ્રેટ રાખશે

Disclaimer: આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા સવાલ હોય તો નિષ્ણાતની સલાહ લેવી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *