આર્યવીર સેહવાગે ફટકાર્યા 160 રન, ભારતે યુએઈને આપ્યો 310 રનનો લક્ષ્યાંક

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


2026 અંડર-19 એશિયા કપના તેમના ત્રીજા ગ્રુપ સ્ટેજ મુકાબલામાં ભારતે UAE સામે 50 ઓવરમાં 309/7 રન બનાવ્યા અને પ્રતિસ્પર્ધી ટીમ સામે જીતવા માટે 310 રનનું લક્ષ્ય રાખ્યું. ભારતીય અંડર-19 ટીમના ઓપનર આર્યવીર સેહવાગે જે વીરેન્દ્ર સેહવાગના પુત્ર છે તેણે 160 રનની શાનદાર ઇનિંગ રમી. તેને ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા વી.કે. વિનીતનો સારો સાથ મળ્યો.

વિનીત અને સેહવાગે શરૂઆતમાં ભારતીય ઇનિંગને સંભાળી અને ત્યારબાદ રન બનાવવાની ગતિ વધારી. આ જોડીએ બીજી વિકેટ માટે 193 રન જોડ્યા. આર્યવીર સેહવાગની 160 રનની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. અંતે નસીમ ખાને તેમની વિકેટ ઝડપી. નસીમે વી.કે. વિનીતને પણ આઉટ કર્યો, જેમણે 69 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા હતા.

આ પહેલાં ભારતીય કેપ્ટન અને ઓપનર લક્ષ્ય રાયચંદાની ફરી એકવાર લય મેળવવામાં નિષ્ફળ રહ્યા. નેપાળ સામે તેમણે અણનમ અડધી સદી ફટકારી હતી પરંતુ પાકિસ્તાન સામે તેઓ ખાતું ખોલાવ્યા વિના (શૂન્ય પર) આઉટ થયા હતા. આ મેચમાં તેઓ 32 બોલમાં માત્ર 17 રન જ બનાવી શક્યા. અગાઉની મેચના હીરો અને સદીવીર અર્જુન રાજપૂત આ વખતે માત્ર 4 રન (5 બોલમાં) બનાવી શક્યા અને હિદાયતુલ્લાહ ખાનનો શિકાર બન્યા.

અન્વય દ્રવિડ પણ બેટિંગમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો

ભારત જ્યારે 46.1 ઓવરમાં 276/4 ના સ્કોર પર હતું ત્યારે યશવર્ધન ચૌહાણે ઝડપી બેટિંગ કરતા માત્ર 10 બોલમાં 17 રન બનાવ્યા. આ દરમિયાન અન્વય દ્રવિડે પણ પોતાની વિકેટ ગુમાવી. તેમણે 9 બોલમાં 12 રન બનાવ્યા અને તેઓ પણ નસીમ ખાનનો શિકાર બન્યા. મનાલ ચૌહાણે માત્ર 1 રનનું યોગદાન આપ્યું. યશવર્ધન ચૌહાણે 10 બોલમાં 17 રન બનાવીને ટીમના સ્કોરને 300 રનની પાર પહોંચાડવામાં મદદ કરી. તેમને અયાન મિસબાહે આઉટ કર્યા. UAE માટે નૂરુલ્લા અયોબી અને હદાયતુલ્લા ખાને એક-એક વિકેટ લીધી હતી, જ્યારે નસીમ ખાને ચાર વિકેટ લીધી હતી. નસીમ UAEનો સૌથી સફળ બોલર હતો, તેણે 10 ઓવરમાં 48 રન આપ્યા, જેમાં એક મેડન પણ સામેલ હતો. મોહિત ઉલ્વા 2 બોલમાં 7 રન બનાવીને અણનમ રહ્યો હતો.

આ પણ વાંચો: રાજીવ ગાંધીની હત્યાના 2 મહિના પહેલા જ રાહુલ ગાંધીને થઈ ગઈ હતી ભયાનક આશંકા, સોનિયા ગાંધીના પુસ્તકમાં મોટો ખુલાસો

આ મેચમાં બંને ટીમોની પ્લેઇંગ 11

ભારત અંડર-19: લક્ષ રાજેશ રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીત, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, આર્યન સવસાણી, કાવ્યા પટેલ, મોહિત ઉલવા, ઈશાન સૂદ.

UAE અંડર-19: અયાન મિસ્બાહ (કેપ્ટન), મુહમ્મદ સાદ (વિકેટકીપર), અહેમદ ખુદાદાદ, યૈન રાય, મોહમ્મદ નફીસ, નૂરલ્લાહ અયોબી, હદયતુલ્લા ખાન, બિલાલ ખાન, નસીમ ખાન, ઝૈનુલ્લાહ રહેમાની, ઉદીશ સુરી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *