Shirt Cleansing Suggestions: શર્ટની બાંયનો મેલ કેવી રીતે સાફ કરવો? આ 3 સરળ રીત અજમાવો

Shirt Cleansing Suggestions: શર્ટની બાંયનો મેલ કેવી રીતે સાફ કરવો? આ 3 સરળ રીત અજમાવો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Shirt Cuff Cleansing Suggestions In Gujarati : શર્ટનો કોલર પછી કોઈ ભાગ સૌથી વધુ ગંદો થાય છે, તો તે છે બાંય. પરસેવા, ધૂળ, તેલ અને ગંદકી ઘણીવાર શર્ટીની બાંય પર ચોંટી જાય છે. સફેદ જેવા બ્રાઇટ કલરના શર્ટમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ટુ વ્હીલર પર દરરોજ અવરજવર કરનાર લોકોના શર્ટની બાંય ગંદી થાય છે. હકીકતમાં, આ સમય દરમિયાન ધૂળ અને પ્રદૂષણના કણો ઉડીને શર્ટ પર ચોંટે છે, જેના કારણે તેમના પર ગંદકીનું એક સ્તર જમા થવા લાગે છે.

ઘણી વખત સામાન્ય રીતે ધોયા પછી પણ શર્ટના બાંય પરની ગંદકી સંપૂર્ણપણે સાફ થતી નથી. જો કે, કેટલીક સરળ ટિપ્સ છે જેની મદદથી તમે શર્ટની સ્લીવ્ઝ પરની ગંદકીને સરળતાથી સાફ કરી શકો છો.

પ્રથમ રીત

શર્ટની બાંય પરની ગંદકી સાફ કરવાની સૌથી સામાન્ય રીત એ છે કે નવશેકા પાણીમાં થોડું લિક્વિડ ડિટર્જન્ટ ઉમેરીને શર્ટને 5-10 મિનિટ સુધી પલાળી રાખો. આ પછી, ગંદી ભાગને તમારા હાથથી સારી રીતે ઘસીને સાફ કરો. આ પછી, શર્ટની બાંય ઊંધી કરીને ઘસીને સાફ કરો. જો હજી પણ મેલ હોય તો ફરી થોડું ડિટર્જન્ટ લગાવી સારી રીતે ઘસો, તેનાથી ગંદકી સરળતાથી સાફ જશે. છેલ્લે સાદા પાણીમાં શર્ટ ધોઇને સુકાવવા મૂકો.

બીજી રીત

શર્ટની સ્લીવ્ઝ પરનો મેલ સાફ કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. બેકિંગ સોડા એક કુદરતી સફાઈ એજન્ટ છે, જે હઠીલા ડાઘ અને ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. 2 ચમચી બેકિંગ સોડા થોડા પાણીમાં મિક્સ કરી જાડી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ શર્ટની ગંદી બાજુ પર લગાવો. તેને 15 – 20 મિનિટ માટે રહેવા દો અને પછી નરમ બ્રશ વડે હળવા હાથે ઘસો. આ ટીપ્સ શર્ટનો મેલ ઘણી હદ સુધી સાફ કરી શકે છે.

ત્રીજી રીત

શર્ટની બાંય પરની ગંદકી સાફ કરવા માટે તમે સફેદ સરકો અને લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો. સફેદ સરકો કપડાંનો મેલ નરમ કરે છે. આ માટે એક વાટકીમાં 1 ચમચી વ્હાઇટ વિનેગર અને 1 ચમચી લિક્વિડ ડિટર્જન્ટ મિક્સ કરો. આ મિશ્રણને બાંયના ગંદા ભાગ પર લગાવો અને તેને 15 – 20 મિનિટ રહેવા દો. ત્યારબાદ બ્રશ વડે હળવા હાથે ઘસીને સાફ કરો. આ રીત શર્ટનો મેલ સાફ કરવામાં અસરકારક  ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

આ પણ વાંચો | તમારા વોશિંગ મશીનને લાંબા સમય સુધી સાચવી રાખવું હોય તો આ 8 વસ્તુઓ ન ધોશો

આ બાબત ધ્યાનમાં રાખો

કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા, શર્ટના નાના ભાગ પર પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, બ્રશને વધુ જોરથી ઘસશો નહીં, તેનાથી કાપડ ફાટી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *