Leisure Information : ઓટીટી પર આ અઠવાડિયામાં ભરપૂર મનોરંજન મળશે. સસ્પેન્સ, થ્રિલર્સ, એક્શન અને પૌરાણિક કહાણીઓના ચાહકો માટે ઘણી રસપ્રદ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. અજય દેવગણની ‘દ્રશ્યમ 3’થી લઈને ‘હનુમાન અંશ’ સુધી, દર્શકો પાસે આ અઠવાડિયે ઘણા મનોરંજન વિકલ્પો હશે.
જો તમે ઘરે બેઠા કંઈક નવું અને રોમાંચક જોવાનું પણ વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ કે કઈ ફિલ્મો અને વેબ સિરીઝ અઠવાડિયે OTT પર સ્ટ્રીમ થશે અને તમે તેને ક્યાં જોઈ શકો છો.
દ્રશ્યમ 3
દ્રશ્યમ: ધ કન્ક્લુઝન ફિલ્મ 27 નવેમ્બર, 2026 થી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. દર્શકો તેને હિન્દીમાં જોઈ શકશે. અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’માં અજય દેવગણ, તબ્બૂ, જયદાપ અહલાવત અને શ્રિયા સરણ જેવા કલાકારો હતા.
ઢાઇ ચાલ
કોલેજ કેમ્પસના વિદ્યાર્થી રાજકારણ પર આધારિત સિરીઝ ‘ઢાઇ ચાલ’ જિયોહોટસ્ટાર પર 27 નવેમ્બર, 2026ના રોજ સ્ટ્રીમ થશે. સાથે જ, દર્શકો 28 નવેમ્બર, 2026 થી દરેક શનિવાર અને રવિવારે સાંજે 8 વાગ્યે કલર્સ ટીવી પર જોઈ શકશે. આ સિરીઝ લેખક નવીન ચૌધરીની નવલકથાઓ ‘જનતા સ્ટોર’ અને ‘ઢાઇ ચાલ’ પર આધારિત છે. સિરીઝમાં ગગન અરોરા, આદિલ ઝફર ખાન અને રાજેશ કુમાર જેવા કલાકારો છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/07/hanuman-ansh-ott-release-date-update-2026-11-07-11-35-51.jpg)
હનુમાન અંશ
હનુમાન અંશ ફિલ્મના દર્શકોની આતુરતાનો અંગ આવશે. થિયેટર બાદ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ધાર્મિક કહાણી હનુમાન અંશ હવે OTT પર પણ શકશે. વિશાલ ચતુર્વેદી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘હનુમાન અંશ’ 27 નવેમ્બર, 2026ના રોજ Zee5 પર રિલીઝ થશે. આ ફિલ્મને થિયેટરોમાં દર્શકો તરફથી બહોળો પ્રેમ મળ્યો છે, અને ઇતિહાસ રચ્યો છે. માત્ર ₹ 2 કરોડના બજેટનીમ બનેલી આ ફિલ્મે 400 કરોડથી વધુ કમાણી કરી છે. હવે જોવું રસપ્રદ રહેશે કે ફિલ્મ OTT પર કયા રેકોર્ડ બનાવે છે.
ઓક્ટોપસ
તમિલ સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝ ‘ઓક્ટોપસ’ 27 નવેમ્બર, 2026 થી ZEE5 પર સ્ટ્રીમ થશે. આ સિરીઝ સંપૂર્ણપણે તમિલમાં છે, પરંતુ હિન્દી દર્શકો માટે તેમાં હિન્દી અને અંગ્રેજી સબટાઇટલ્સ મળે છે. આ સિરીઝમાં કુલ 7 એપિસોડ છે અને તેનું દિગ્દર્શન જયચંદ્ર હાશ્મી દ્વારા કરવામાં આવ્યું છે.
સત્યમેવ
મલયાલમ કોર્ટરૂમ ડ્રામા અને થ્રિલર ‘સત્યમેવ’ 27 નવેમ્બર, 2026ના રોજ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થવાની છે. દીપુ કરુણાકરણ દ્વારા નિર્દેશિત આ સિરીઝ મુખ્યત્વે મલયાલમ ભાષામાં દર્શકો માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ હિન્દી દર્શકો માટે તેમાં હિન્દી અને અંગ્રેજી સબટાઇટલ વિકલ્પો હશે. સિરીઝમાં કુલ 6 એપિસોડ છે. આ સિરીઝમાં રોની ડેવિડ રાજ, મીનાક્ષી ઉન્નીકૃષ્ણન, દીપુ કરુણાકરન, જયરાજ કોઝિકોડ અને સોહન સીનુલાલ જેવા કલાકારો સામેલ રહેશે.
આદર્શ કુટુંબમ – ઘર નંબર 47
‘આદર્શ કુટુંબમ – હાઉસ નંબર 47’ નેટફ્લિક્સ પર 27 નવેમ્બર, 2026 થી સ્ટ્રીમ થશે. ફિલ્મ મૂળરૂપે તેલુગુ સાથે સાથે પરંતુ હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ ઉપલબ્ધ રહેશે. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ત્રિવિક્રમ શ્રીનિવાસે કર્યું છે. ફિલ્મ 30 ઓક્ટોબર, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી.
ભેદ સચ કી કિંમત
આ એક ક્રાઇમ થ્રિલર સિરીઝ છે જે 26 નવેમ્બરથી EPIC ON પર સ્ટ્રીમ થઈ રહી છે. મીર મોહસિન મંજૂર દ્વારા નિર્દેશિત આ સિરીઝ એક અનુભવી પોલીસ અધિકારીની તપાસ કરતી હત્યાની રહસ્યની આસપાસ ફરે છે.
ધ હન્ટિંગ વાઇવ્સ 2
‘ધ હન્ટિંગ વાઇવ્સ 2’ નેટફ્લિક્સ પર 26 નવેમ્બર, 2026 થી રિલીઝ થઈ રહી છે અને તેમાં કુલ 8 એપિસોડ છે. સીઝન 2 પ્રથમ સીઝનના અંત પછીની ઘટનાઓને આગળ વધારે છે, જ્યાં સ્વ રક્ષણમાં થયેલી મૃત્યુ અને હત્યાના ખુલાસા પછી સોફી અને માર્ગોના સંબંધમાં તણાવ ઊભો થાય છે.
ભારતમાં પાકિસ્તાની સિરીઝ પર પ્રતિબંધની માંગ, Netflix એ ટ્રેલર રિલીઝ કરતા હોબાળો
નેટફ્લિક્સે પાકિસ્તાની સિરીઝ જો બચા હૈં સંગ સમેટ લો નું ટ્રેલર રિલીઝ થતા ભારતમાં વિવાદ થયો છે. AICWA એ પાકિસ્તાની સિરીઝની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પહેલગામ આતંકવાહી હુમલા બાદ પાકિસ્તાની કન્ટેન્ટ પર પ્રતિબંધ છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
