ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર, બાબા અપરાજિતનો 32 વર્ષની ઉમંરે કિક્રેટ માંથી સંન્યાસ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Baba Aparajith Retirement: ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. માત્ર 32 વર્ષના આઈપીએલ ક્રિકેટર બાબા અપરાજિતે ક્રિકેટ જગત માંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ટીમ ઈન્ડિયા નહીં પણ ઇન્ડિયા અંડર 19, ઇન્ડિયા એ, તમિલનાડુ તરફથી અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ રહેલા બાબા અપરાજિત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહ્યું છે. 

તેમણે છેલ્લે જાન્યુઆરી 2026માં રેડ બોલ મેચ રમી હતી. હવે તેમણે આ ક્રિકેટ ફોર્મેટને અલવિદા કહ્યું છે. તેમણે આ નિર્ણય આગામી IPL ઓક્શન 2027 પહેલા લીધો છે અને T20 લીગ માટે પોતાનું નામ પણ રજિસ્ટર કરાવ્યું છે.

બાબા અપરાજિતના નામમાં અત્યાર સુધી તેમના ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ A અને T20 કારકિર્દીમાં કુલ 10,624 રન અને 175 વિકેટ શામેલ છે. આ પાવરફુલ ઓલરાઉન્ડરે અત્યાર સુધી પોતાની ક્રિકેટ કરિયરમાં 20 સદી અને 61 હાફ સેન્ચ્યુરી બનાવી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી અને જૂના ફોટા શેર કર્યા છે

32 વર્ષના ઓલરાઉન્ડરે રિટાયરમેન્ટ પોસ્ટમાં શું કહ્યું?

બાબા અપરાજિતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “મેં મારી છેલ્લી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ 24 જાન્યુઆરી, 2026ના રોજ રમી હતી. આ સાથે, મારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયર સત્તાવાર રીતે સમાપ્ત થઈ. પાછળ વળીને જોઉ છું તો, યાત્રા ખરેખર અદ્ભુત હતી. આ સમય દરમિયાન, મેં ઘણા અનુભવ મેળવ્યા, પડકારોનો સામનો કર્યો, ઘણું શીખ્યું, અને એવી મિત્રતા અને યાદો બનાવી જે હું જીવનભર સંભાળીને રાખીશ.”

તેમણે આગળ લખ્યું છે, “તામિલનાડુ, ભારતની અંડર 19 ટીમ, ભારત A, કેરળ, ચેન્નઈ સુપર કિંગ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, TNPLની વિવિધ ફ્રેન્ચાઇઝ અને મારા ક્લબ ટીમોનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે એક મોટું સન્માન રહ્યું છે. આ સમય દરમિયાન, મને અનેક ટીમો અને ડ્રેસિંગ રૂમનો ભાગ બનવાનો મોકો મળ્યો, જેનાથી મારી ક્રિકેટ યાત્રાને નવી દિશા મળી છે. આ તમામ અનુભવોએ મને માત્ર ક્રિકેટર તરીકે જ નહીં પરંતુ વ્યક્તિ તરીકે પણ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ”

સૌનો આભાર વ્યક્ત કરતાં બાબાએ કહ્યું, “મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મને મળેલી તકો અને સમર્થન બદલ BCCI, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) અને કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA)નો હૃદયપૂર્વક આભાર માનું છું. આ યાત્રામાં મારી પત્ની, માતાપિતા, ભાઈ, અન્ય પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોનો વિશેષ આભાર. તેમનો બિન શરતી સમર્થન, બલિદાન અને મારો વિશ્વાસ દરેક પગલાં પર મારો મનોબળ વધારતો રહ્યો. મારા કોચો, સપોર્ટ સ્ટાફ અને મારા તમામ ટીમમેટ્સનો પણ આભાર જેઓ આ યાત્રાનો અભિન્ન ભાગ રહ્યા છે. ”

આ પણ વાંચો | WBBL Match નો અનોખો વીડિયો વાયરલ, ક્રિઝ પર બેટર હાજર નહીં છતા બોલરે વિકેટ લીધી

CSK ટીમના પૂર્વ ખેલાડીએ ક્રિકેટમાં પોતાના ભવિષ્ય વિશે પણ લખ્યું, “મારો રમત સાથેનો સંબંધ હંમેશા મજબૂત રહેશે. વર્ષો દરમિયાન પ્રાપ્ત જ્ઞાન, અનુભવ અને બોધપાઠ પર આધાર રાખીને, હું આ રમતમાં જોડાઈને યોગદાન આપવા માંગું છું. આશા છે કે આવતા વર્ષોમાં હું સતત શીખતો રહીશ અને ક્રિકેટ પર અર્થપૂર્ણ અસર પાડવામાં મારી ભૂમિકા ભજવીશ.”





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *