Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો ક્યાં થશે મેઘમહેર

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો ક્યાં થશે મેઘમહેર

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ માજા મૂકી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકરી ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા હવામાનની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે. રાજ્યામાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. જોકે કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું. ત્યાં જ અમદાવાદમાં અને રાજકોટમાં નોંધાયેલ પ્રદેશનું સૌથી વધુ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ હતું.

આજનું હવમાન અપડેટ

દક્ષિણ ગુજરાત ક્ષેત્રના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ત્યાં જ ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં, દક્ષિણ ગુજરાત ક્ષેત્રના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

મંગળવારનું હવામાન

09 જૂન મંગળવારના રોજ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ત્યાં જ ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં, દક્ષિણ ગુજરાત ક્ષેત્રના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

બુધવારનું હવમાન

10 જૂન બુધવારના રોજ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં, દક્ષિણ ગુજરાત ક્ષેત્રના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

ગુરૂવારનું હવામાન

11 જૂન ગુરૂવારના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દક્ષિણ ગુજરાત ક્ષેત્રના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

શુક્રવારનું હવામાન

12 જૂન શુક્રવારના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

શનિવારનું હવામાન

13 જૂન શનિવારના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્ર જિલ્લાના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રવિવારનું હવામાન

14 જૂન રવિવારના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળએ, દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડલાની આગાહી છે. 

જોકે દીવ, દમણ, દાદરા અને નાગર હવેલી માટે આગામી 7 દિવસ માટે વરસાદની કોઈ ચેતવણી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *