Bollywood Actors Owns Largest Gold Jewelry: સોના પ્રત્યે ભારતીયોનો મોહ સમગ્ર દુનિયા જાણે છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે. ત્યારબાદ સરકારે સોના ચાંદીની આયાત જકાત પણ વધારી છે. ભારતમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સોનું ચાંદી હોય છે. પરંતુ શું તમે જાણો છે બોલીવુડના ક્યા કલાકાર પાસે સૌથી વધુ સોનું છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝના ઘણા સેલેબ્રિટી લક્ઝુરીયસ લાઇફ જીવવાની સાથે સાથે ગોલ્ડ અને ડાયમંડના શોખીન હોય છે. તેમના જ્વેલરી કલેક્શન વિશે જાણી તમને નવાઇ લાગશે.
હેમા માલિની પાસે કેટલું સોનું છે?
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી અને ભાજપના સાસંદ હેમા માલિકીને ગોલ્ડ – ડાયમંડનો ઘણો શોખ છે. તેમણે વર્ષ 2024માં રજૂ કરેલા સોગંદનામાંમાં જણાવ્યુ હતું કે, તેમની પાસે 3.39 કરોડથી વધારે વધારે કિંમતના સોના ચાંદી અને હીરાના દાગીના છે. આ અગાઉ વર્ષ 2011માં તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે લગભગ 5 કિલો સોનું અને 25 કિલોથી વધારે ચાંદી હતી.
કંગના રનોત પાસે કેટલું સોનું છે?
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ભાજપ સાંસદ અને બોલીવુડ અભિનેત્ર કંગના રનૌત પણ સોના ચાંદી અને દાગીનાની શોખીન છે. તેમણે વર્ષ 2024માં લોકસભા ચૂંટણીના એફિડેવિટમાં જણાવ્યુ હતું કે, તેમની પાસે 6.7 કિલો સોનું છે. તો સોનાના ચાંદીની કિંમત લગભગ 5 કરોડ રૂપિયાથી વધારે છે. સોના ઉપરાંત તેમની પાસે 60 કિલો ચાંદી અને 3 કરોડ રૂપિયાના હીરા પણ છે.
સ્મૃતિ ઇરાની પાસે કેટલું સોનું છે?
અભિનેત્રી માંથી નેતા બનેલા સ્મૃતિ ઇરાની પાસે પણ ઘણું સોનું ચાંદી છે. તેમણે વર્ષ 2024ના ઇલેક્શન એફિડેવિટમાં આની જાણકારી આપી છે. તેમના સોગંદનામાં મુજબ સ્મૃતિ ઇરાની પાસે લગભગ 37.48 લાખ રૂપિયાના સોના, ચાંદી અને હીરાના દાગીના છે. તેમના જ્વેલરી કલેક્શનમાં 24 કેરેટના 20 ગ્રામ સોના થી લઇ 18 કેરેટના 325 ગ્રામથી વધારે વજનવાળા દાગીના અને ડાયમંડ જ્વેલરી સામેલ છે.
અમિતાભ અને જયા બચ્ચન પાસે કેટલું સોનું છે?
બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન અને તેમની રાજકારણી પત્ની જયા બચ્ચન પાસે ઘણું બધુ સોના ચાંદી છે.
વર્ષ 2024માં રાજયસભા સાંસદ જયા બચ્ચને ચૂંટણી સોગંદનામાંમાં જણાવ્યું હતું કે, તેમની પાસે 40.97 કરોડ રૂપિયાની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી છે. તો અમિતાભ બચ્ચન પાસે 54.77 કરોડ રૂપિયાના દાગીના છે. આમ બંનેની સંયુક્ત કિંમત 95 કરોડ રૂપિયા થાય છે.
થલાપતિ વિજય પાસે કેટલું સોનું છે?
અભિનેતા માંથી નેતા બનેલા તમિલનાડુના નવા મુખ્યમંત્રી જોસેફ વિજય પણ ઘણા ધનવાન છે. ટીવીકે પ્રમુખ થલાપતિ વિજયે વિધાનસભા ચૂંટણીના એફેડેવિટમાં જણાવ્યું હતું કે, તેમની પાસે 883 ગ્રામ સોનું છે, જેનું મૂલ્ય 1.2 કરોડ રૂપિયા થાય છે. ઉપરાંત તેમની પાસે 15 લાખ રૂપિયાની ચાંદી છે.
જયા પ્રદા પાસે કેટલું સોનું છે?
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી જયા પ્રદા પણ રાજકારણમાં સક્રિય છે. તેઓ ઉત્તર પ્રદેશના રામપુરથી પૂર્વ સાસંદ છે. મીડિયા રિપોર્ટ અને 2014ના ચૂંટણી એફેડેવિટ મુજબ આ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા પાસે લગભગ 2 કિલો સોનું છે.
આ પણ વાંચો | સોના ચાંદીની આયાત જકાતમાં તોતિંગ વધારો, કેન્દ્ર સરકારના આ પગલાંની શું અસર થશે?
(Disclaimer: આ લેખ માત્ર એવા સેલેબ્રિટીની માહિતી છે જે રાજકારણમાં સક્રિય છે અને તેમણે તેમના ચૂંટણી સોગંદનામાંમાં પોતાની સંપત્તિ વિશે જાણકારી આપી છે.)
