ગુજરાત સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરી, અહીં જુઓ યાદી કોને કઈ જવાબદારી સોંપાઈ?

ગુજરાત સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરી, અહીં જુઓ યાદી કોને કઈ જવાબદારી સોંપાઈ?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat 72 IAS officers transferred : ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે બુધવારે વહેલી સવારે જ મોટો નિર્ણય લીધો હતો. GAD દ્વારા સવાર સવારમાં જ IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં કૂલ 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે સાથે સાથે નવી નિમણૂકો પણ કરતા અનેક જિલ્લાઓને નવા કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા કમિશ્નરો મળશે.

GAD એ દ્વારા જાહેર કરેલા બદલીના નોટિફિકેશન પ્રમાણે  અમદાવાદના જિલ્લા કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સમાં સ્પેશિયલ કમિશ્નર તરીકે નિમાયા છે.જ્યારે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા હવે GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજજન્સી) ના ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે. નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મળી છે.

જાહેર થયેલા આદેશ મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીનું ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે. 

આપેલી PDF માં જુઓ 72 IAS અધિકારીઓ બદલીની યાદી

આ પણ વાંચોઃ- વસ્તી ગણતરી 2027: ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી, ગુજરાતમાં 1લી જૂનથી પ્રથમ તબક્કાની ગણતરી કરાશે, જાણો A To Z માહિતી

રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી

મ્યુનિસિપલ કોર્પોરેશન નવા કમિશ્નરનું નામ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે. એસ. પ્રજાપતિ, IAS
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દીપેશ કેડિયા, IAS
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રભવ જોષી, IAS
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કિરણ બી. ઝવેરી, IAS
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન શાલિની દુહન, IAS
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન એન. એફ. ચૌધરી, IAS
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે.કે. જાદવ, IAS
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન બી.ડી. દવેરા, IAS
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન જયેશકુમાર બી. ઉપાધ્યાય, IAS
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન સંગીતા રાયાણી, IAS
આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન આર.એન. ડોડિયા, IAS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *