ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લક્ઝુરિયસ ઘડિયાળની કિંમત અને ખાસિયત

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Cristiano Ronaldo Information : ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય છે. પરંતુ તેના વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત માત્ર તેની કિંમત નથી. તેની અંદર એક નાનું એન્જિન પણ છે, જેના 16 પિસ્ટન બટન દબાવવાથી ચાલવા લાગે છે.

આ ઘડિયાળ લક્ઝરી ઘડિયાળ કંપની બનાવતી Jacob & Co. ની Bugatti Chiron Tourbillon છે. તે સંપૂર્ણપણે નારંગી રંગના નીલમ જેવા પારદર્શક ક્રિસ્ટલ (નીલમ સ્ફટિક) ના એક પથ્થરમાંથી બનાવવામાં આવે છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કંપનીના સ્થાપક જેકબ અરાબો વચ્ચે લાંબા સમયથી સંબંધ છે. રસપ્રદ વાત એ છે કે, રોનાલ્ડો પાસે આવી જ ઓરેન્જ બુગાટી કાર પણ છે.

ઘડિયાળની તસવીરો સામે આવ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેના વખાણ કર્યા હતા, જ્યારે કેટલાક યુઝર્સે રમુજી ટિપ્પણીઓ પણ કરી હતી. ફુટબોલ ખેલાડીની મોંઘી ઘડિયાળ જોતાં એક યુઝરે લખ્યું હતું કે, તેના કાંડા પર પેઢીઓની સંપત્તિ દેખાય છે. તે જ સમયે, અન્ય એક યુઝર્સે પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ જાણતા નથી કે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે.

ઘડિયાળની અંદર 15 પિસ્ટન વાળું નાનું એન્જિન

આ ઘડિયાળ બુગાટી શિરોન હાયપરકારની ડિઝાઇન અને એન્જિનથી પ્રેરિત છે. તેની મધ્યમાં એક નાનો W16 એન્જિન બ્લોક છે. તેમાં 16 પિસ્ટન છે, જે ઘડિયાળનું બટન દબાવવામાં આવે ત્યારે લગભગ 15 સેકન્ડ સુધી ઉપર અને નીચે ફરે છે. આ આખું મિકેનિઝમ ઘડિયાળની અંદર કામ કરે છે અને તેને જોવાનો અનુભવ એક નાનું મશીન ચાલતું જોવા જેવું છે.

જેકોબ એન્ડ કંપનીએ ઘડિયાળમાં જુની ઓટોમેટા મિકેનિઝમની પરંપરા રજૂ કરી છે. જેમાં પારદર્શક નીલમ બ્લોકની અંદર એન્જિનનું લેઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે. બટન દબાવતાની સાથે જ ક્રેન્કશાફ્ટ મારફતે 16 પિસ્ટન આપમેળે સિલિન્ડરમાં ઉપર-નીચે ફરવા લાગે છે. લગભગ 15 સેકન્ડના આ એનિમેશનમાં ઘડિયાળની અંદરના ભાગમાં બુગાટી એન્જિનની જેમ હલનચલન જોવા મળે છે.

નાની ઘડિયાળમાં 578 પાર્ટ્સ

દેખાવમાં નાની દેખાતી આ ખાસ ઘડિયાળમાં 30 ડિગ્રીના ખૂણા પર નમેલી ફ્લાઇંગ ટૂરબિલોન પણ છે. તેમા કંપનીની હાથથી ચાવી ભરવા વાળી JCAM37 મૂવમેન્ટ ફિટ કરેલી છે, જે કુલ 578 પાર્ટ્સ માંથી બનેલું છે.

તેની પાવર રિઝર્વ ક્ષમતા 60 કલાકની છે. એટલે કે, એક વખત સંપૂર્ણ ચાવી ફર્યા બાદ ઘડિયાળ લગભગ 60 કલાક સુધી ચાલે છે, જો કે એ શરતે કે વચ્ચે વચ્ચે રિવાઇન્ડ ન કરવામાં આવે તો.

ઘડિયાળમાં ત્રણ અલગ અલગ ક્રાઉન

સામાન્ય રીતે ઘડિયાળમાં સમય સેટ કરવા અને તેમને વાઇન્ડ આપવા માટે કિનારી પર ક્રાઉન આપવામાં આવે છે. પરંતુ આ ઘડિયાળમાં કંપનીએ એક અલગ ડિઝાઈન અપનાવી છે. તેમાં કેસના 6 વાગ્યાના ભાગ પર ત્રણ જુદા જુદા ક્રાઉન આપ્યા છે.

તેમા એક ક્રાઉનથી કલાક અને મિનિટના કાંટાનો સમય સેટ કરી શકાય છે. વચ્ચેનો ક્રાઉન ઘડિયાળના મિકેનિઝમને ઘડિયાળની દિશામાં ફેરવીને વાઇન્ડ કરે છે. ત્રીજું ક્રાઉન એન્જિન સાથે ઓટોમેટા મિકેનિઝમને ચાલુ કરવા અને વાઇન્ડ કરવા માટે છે.

ઘડિયાળની ડિઝાઇન બુગાટી કારથી પ્રેરિત 

ઘડિયાળની બાહ્ય ડિઝાઇન બુગાટી શિરોન કારથી પ્રેરિત છે. ઘડિયાળના કેસમાં કારનું સિગ્નેચર સિમ્બોલ ગણાતી હોર્સશૂ આકારની ફ્રન્ટ ગ્રિલ, સાઇડ વિન્ડોઝ, મજબૂત બોડી અને હેડલાઇટ્સની ઝલક જોવા મળે છે.

ઘડિયાળની અંદરની મિકેનિઝમ સાત નીલમ પેનલ્સ દ્વારા જોઈ શકાય છે. પારદર્શક પાર્ટ્સ અને મેટલ રચના તેને નાની લક્ઝરી કારના યાંત્રિક મોડેલનો લુક આપે છે.

ફ્યૂઅલ ગેજ જેવું પાવર રિઝર્વ ઇન્ડિકેટર

આ ઘડિયાળમાં 60 કલાકની પાવર રિઝર્વ ક્ષમતા દર્શાવવા માટે ફ્યુઅલ ગેજ જેવા સૂચક છે. તેની ડિઝાઇન પણ બુગાટી કારથી પ્રેરિત છે. ઘડિયાળની અંદરની ટૂરબિલોનની રચના રેડિયેટર જેવી લાગે છે, જ્યારે તેના પાર્ટ્સ એક્ઝોસ્ટ પાઇપની રચનાની યાદ અપાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *