સુરતની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, ઝેરી દવા પીતા પત્નીનું મોત અને પતિની હાલત ગંભીર

સુરતની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, ઝેરી દવા પીતા પત્નીનું મોત અને પતિની હાલત ગંભીર

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ડાયમંડ સિટી સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હોટલના રૂમમાં એક પરિણીત દંપતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ઝેરની તીવ્ર અસર થવાને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે ‘લા મરિના’ હોટલમાં પતિ-પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ઝેરના કારણે યુવતીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યાં જ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

પ્રાથમિક જાણકારી અનુસાર, આ દંપતીએ એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. યુગલે હોટલ રૂમ ભાડે રાખી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યા જ આત્મહત્યાનું ચોક્કસ કારણ અકબંધ હોવાથી સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *