વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ફરી, કાશ્મીર સંદર્ભ અને બિકીનીના 18 દ્રશ્યો હટાવ્યા!

વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ફરી, કાશ્મીર સંદર્ભ અને બિકીનીના 18 દ્રશ્યો હટાવ્યા!

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Welcome to the Jungle 18 cuts: વેલકમ ટુ ધ જંગલ (વેલકમ 3) ફિલ્મ સામે સેન્સર બોર્ડે મોટી કાર્યવાહી કરી છે. અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ને રિલીઝ પહેલા સેન્સરશીપનો સામનો કરવો પડ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ કુલ 18 કટ લગાવ્યા છે. ફિલ્મમાંથી દિશા પટણી અને જેકલીન ફર્નાન્ડીઝના બિકીની દ્રશ્યો અને કાશ્મીર સંદર્ભ સહિતના સીન અને સંવાદ હટાવ્યા છે. 

ડિસેમ્બર 2023 માં શૂટિંગ શરૂ થયા પછી, પ્રોડક્શન સંબંધિત મોટા અવરોધોને કારણે આ ફિલ્મની રજૂઆતમાં આશરે અઢી વર્ષ જેટલો વિલંબ થયો હતો. હવે આ તમામ મુશ્કેલીઓ પાર કરીને દિગ્દર્શક અહેમદ ખાનની  બહુપ્રતિક્ષિત અને મલ્ટી-સ્ટારર આ ફિલ્મ થિયેટરોમાં આવવા માટે તૈયાર છે.

‘વેલકમ’ ફિલ્મ સિરીઝના આ ત્રીજા ભાગ ‘વેલકમ ટુ ધ જંગલ’ મુવીમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, રવીના ટંડન, લારા દત્તા, ફરીદા જલાલ, જોની લીવર, શ્રેયસ તળપદે, તુષાર કપૂર અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં છે.

CBFC એ 18 કટ અને ‘UA 16+’ સર્ટિફિકેટ સાથે ફિલ્મને આપી મંજૂરી

શુક્રવાર, 26 જૂનના રોજ આ ફિલ્મ વિશ્વભરમાં રજૂ થવા જઈ રહી છે ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. આ અહેવાલ મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મમાં કાશ્મીરના સંદર્ભ અને અભિનેત્રી દિશા પટણી તેમજ જેકલીન ફર્નાન્ડીઝના કેટલાક “કામોત્તેજક”દ્રશ્યો સહિત કુલ 18 કટ સૂચવ્યા છે.

આ ફેરફારો બાદ ફિલ્મને ‘UA 16+’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને હવે આ ફિલ્મનો કુલ સમય 2 કલાક અને 44 મિનિટનો રહેશે.

‘વેરાયટી ઇન્ડિયા’ ના અહેવાલ મુજબ, સેન્સર બોર્ડે એવા શબ્દો અથવા સંવાદોને બદલવા કે હટાવવાની માંગ કરી છે જે સંવેદનશીલ, રાજકીય અથવા અણછાજતા લાગ્યા. ફિલ્મમાંથી “પાણી ઓફ કાશ્મીર” અને “દેશ કી તત્તી” જેવા સંવાદો સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત, બોર્ડે આખી ફિલ્મમાં વપરાયેલા સૈન્ય શબ્દો જેવા કે “ગોરખા રેજિમેન્ટ” અને “જનરલ” ના સ્થાને અનુક્રમે “તુમ આર્મી સે હો?” અને “ઓફિસર/સર” શબ્દો વાપરવાનો આદેશ આપ્યો છે.

ફિલ્મમાં “કાલા પેદા હુઆ હૈ… કોયલા હૈ” લાઇનને બદલીને “સાદા પેદા હુઆ હૈ… નમૂના હુઆ હૈ” કરવામાં આવી છે, જ્યારે “યાદ કરો કુરબાની મુહ મેં ભર લો પાની” સંવાદને સુધારીને “સુનો સુનાતા હૂં કહાની જો શહીદ હોને જા રહા થા, ઉસકે મુહ મેં ભરલો પાન” કરવામાં આવ્યો છે.

આ સિવાય “અઝરુદ્દીન” નામ બદલીને “અલ્લાઉદ્દીન” કરવામાં આવ્યું છે. ફિલ્મના સબટાઇટલ્સમાંથી બે જગ્યાએથી “સ્ક્રુડ” (Screwed) શબ્દ પણ હટાવી દેવાયો છે.

દિશા પટણી અને જેકલીન ફર્નાન્ડીઝના દ્રશ્યો પર સેન્સર બોર્ડની કાતર

આ કટમાં ખાસ કરીને બિકીનીના દ્રશ્યો, મહિલાઓના હિપ્સના ક્લોઝ-અપ શોટ્સ અને એક ગીતમાં હિપ-મૂવમેન્ટના દ્રશ્યોને હટાવવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે દિશા અને જેકલીનના તમામ કામોત્તેજક દ્રશ્યો દૂર કરવાની માંગ કરી છે.

વધુમાં, હાથની અશ્લીલ ચેષ્ટા દર્શાવતા એક શૉટને બદલીને ત્યાં અભિનેતા વિન્દુ દારા સિંહનો ક્લોઝ-અપ શૉટ મૂકવામાં આવ્યો છે.

ફિરોઝ એ. નડિયાદવાલા, રાકેશ ડાંગ અને વેદાંત વિકાસ બાલી દ્વારા સંયુક્ત રીતે નિર્મિત ‘વેલકમ ટુ ધ જંગલ’ માં સિનેમેટોગ્રાફી કબીર લાલની છે અને એડિટિંગ નીતિન એફસીપી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત વિક્રમ મોન્ટ્રોઝ, તલવિન્દર, એનડીએસ, આનંદ રાજ આનંદ અને સાજિદ-વાજિદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો । Toxic Release Date। યશની ટોક્સિકની નવી રિલીઝ ડેટ જાહેર, આ ફિલ્મો સામે ટક્કર



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *