સુરતમાં એક ભયાનત હત્યાનો મામલો સામે આવ્યો છે જ્યાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી અને તેના મૃતદેહને સિમેન્ટથી ભરેલા લાકડાની પેટીમાં છુપાવી દીધો. છેલ્લા અઠવાડિયાથી ગુમ થયેલી પત્નીનો મૃતદેહ પતિના જૂના ઘરમાંથી મળી આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પતિએ લાશને તેના જૂના ઘરમાં છુપાવી દીધી હતી અને તેની પત્નીના ગુમ થવા અંગે કાવતરું રચીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
કેવી રીતે થયો હત્યાનો ખુલાસો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ખૂની પતિએ લાશમાંથી દુર્ગંધ ના આવે તે માટે શરીર પર સિમેન્ટ રેડ્યો હતો. તે તેના પુત્ર આરવને એક પત્ર આપ્યા પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ પત્રમાં તેણે તેની પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે તેનો મૃતદેહ સહારા દરવાજા સ્થિત તેના જૂના ઘરમાં હતો. આ પત્રના આધારે કાર્યવાહી કરીને પોલીસ સ્થળ પર પહોંચી, શોધખોળ હાથ ધરી અને લાકડાની પેટીમાંથી લાશ મળી.
પંચમહાલમાં એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર સાથે અથડાતા 4 લોકોના મોત
પોલીસે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય ખરેખર ભયાનક હતું. ઘરની અંદરના એક રૂમમાં રાખેલી લાકડાની પેટીમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. પેટી ખોલતાં જ શિલ્પા સાલ્વીનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હચો.
સામાન ભેગો કરવાના બહાને પત્નીને જુના ઘરમાં બોલાવી
આરોપી વિશાલ સાલ્વી સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે. 20 એપ્રિલના રોજ તે તેની પત્ની – શિલ્પા સાલ્વી જે વ્યવસાયે ડાયેટિશિયન છે તેને કેટલીક વસ્તુઓ એકત્ર કરવાના બહાને તેના જૂના ઘરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી. ત્યારબાદ લાશનો નિકાલ કરવાના પ્રયાસમાં તેણે તેને લાકડાની પેટીમાં રાખી દીધો અને તેના પર સિમેન્ટ નાંખી દીધો હતો. બાદમાં તેણે ઘરને તાળું મારી દીધું અને ત્યાંથી ભાગી ગયો.
વિશાલને તેની પત્ની પર શંકા હતી
શિલ્પા સાલ્વી વ્યવસાયે ડાયેટિશિયન હતી. તેણીએ 2010 માં વિશાલ સાલ્વી સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો છે 13 વર્ષનો દીકરો આરવ અને 8 વર્ષની દીકરી. લગ્નના ત્રણ-ચાર વર્ષ પછી જ બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. પતિ વિશાલ તેની પત્ની પર શંકા રાખતો હતો, જેના કારણે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ જ શંકાથી પ્રેરાઈને આરોપીએ આ ભયાનક ગુનો કર્યો.
