ભારત અમેરિકાથી 25%  LPG ની આયાત કરશે, સરકારી કંપનીઓ એક-બે મહિનામાં બહાર પાડી શકે છે ટેન્ડર : રિપોર્ટ

ભારત અમેરિકાથી 25% LPG ની આયાત કરશે, સરકારી કંપનીઓ એક-બે મહિનામાં બહાર પાડી શકે છે ટેન્ડર : રિપોર્ટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


LPG Import : પશ્ચિમ એશિયાના દેશો પર એલપીજી પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત અમેરિકાથી વધુ આયાત કરવાનું વિચારી રહ્યું છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર ભારત વર્ષ 2027 માં અન્ય દેશોમાંથી ખરીદવામાં આવેલા એલપીજીનો એક ચતુર્થાંશ ભાગ અમેરિકાથી આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે.

રોઇટર્સના રિપોર્ટમાં સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ભારતની સરકારી રિફાઇનરી ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આગામી એક- બે મહિનામાં વર્ષ 2027માં અમેરિકાથી એલપીજી સપ્લાય માટે ટેન્ડર બહાર પાડી શકે છે.

ભારતીય કંપનીઓનું પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાતે જાય તેવી સંભાવના

સૂત્રોએ રોઇટર્સને એમ પણ જણાવ્યું હતું કે આ કંપનીઓનું પ્રતિનિધિમંડળ આવતા મહિને સોર્સિંગની ચર્ચા કરવા માટે અમેરિકા જઇ શકે છે. રોઇટર્સે સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતીની પુષ્ટિ કરવા માટે તેલ મંત્રાલય અને ત્રણેય કંપનીઓને ઇમેઇલ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ભારતે નજીકના ભવિષ્યમાં યુએસ પાસેથી ઉર્જા ખરીદી 10 અબજ ડોલરથી વધારીને 25 અબજ ડોલર કરવાનું વચન આપ્યું છે. બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધારીને 500 અબજ ડોલર સુધી પહોંચાડવા પર સંમત થયા છે.

રિપોર્ટ અનુસાર પશ્ચિમ એશિયાથી ગેસ સપ્લાય ખોરવાઈ ગયા બાદ ભારતે અમેરિકા અને અન્ય દેશો પાસેથી એલપીજીની ખરીદીને વેગ આપ્યો છે. જૂનમાં ભારતે પહેલીવાર અમેરિકાથી દસ લાખ ટનથી વધુ એલપીજીની આયાત કરી હતી. એવું માનવામાં આવે છે કે યુએસથી એલપીજીની આયાત વર્ષ 2026 ના વાર્ષિક કરાર (2.2 મિલિયન ટન) માટે ભારત દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકને વટાવી શકે છે.

આવતા વર્ષે ભારતમાં ગેસની માંગ વધી શકે છે

સરકારી ડેટા અનુસાર જાન્યુઆરીથી જૂન 2026ની વચ્ચે ભારતમાં એલપીજીનો વપરાશ ગયા વર્ષની તુલનામાં લગભગ 8% ઓછો હતો. જ્યારે એલપીજીની આયાત પણ લગભગ 28% ઘટીને લગભગ 75 લાખ ટન રહી ગઇ છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે ઓછો પુરવઠો હોવાને કારણે ભારતમાં એલપીજીનો કુલ વપરાશ આ વર્ષ 2026માં ઘટીને લગભગ 3 કરોડ ટન રહી શકે છે. જોકે ભારતની એલપીજીની જરૂરિયાત આવતા વર્ષે લગભગ 31 મિલિયન ટન સુધી પહોંચવાની ધારણા છે. આવી સ્થિતિમાં દેશને લગભગ 20 મિલિયન ટન એલપીજી વિદેશથી આયાત કરવી પડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *