Share Market Information Right now Spotlight In Gujarati : શેરબજારમાં ઉંચા મથાળે નફાવસૂલીના દબાણથી બે દિવસ બાદ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા હતા. આજે સેન્સેક્સ 500 પોઇન્ટ ઘટીને 82031 અને નિફ્ટી 159 પોઇન્ટ ઘટીને 25227 બંધ થયા છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 81,780 સુધી ઘટ્યો હતો.
આજે આઈટી શેર સૌથી વધુ ઘટ્યા હતા. આજે બીએસઇની માર્કેટકેપ ઘટીને ₹ 506.47 લાખ કરોડ થઇ હતી. શેરબજારમાં વેચવાલીથી બીએસઇના 1512 શેર વધીને અને 2924 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.
એશિયન બજારોની નરમાઇના પગલે સેન્સેક્સ નિફ્ટી પણ બુધવારે ઘટાડે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 243 પોઇન્ટ ઘટીને 82,376 ખુલ્યો હતો. નિફ્ટી 64 પોઇન્ટ ઘટીને 25,323 ખુલ્યો હતો. ક્રૂડ ઓઇલ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી માર્કેટ સેન્ટિમેન્ટ નરમ પડ્યું છે.
IIFL ફાઈનાન્સ શેર 7 ટકા ઉછળ્યો, ₹ 3413 કરોડની બ્લોક ડીલ
IIFL ફાઈનાન્સ લિમિટેડ શેર 7 ટકા ઉછળીને ₹ 682 સુધી વધ્યો હતો. રસપ્રદ બાબત છે કે, ₹ 3413 કરોડના મૂલ્યના 5.61 કરોડ (લગભગ 13.15 ટકા હિસ્સો) ઇક્વિટી શેરની બ્લોક ડીલ બાદ પણ શેર વધ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ બ્લોક ડિલ ઇક્વિટી શેર દીઠ ₹ 617 ભાવે થઇ છે, જે હાલના બજાર ભાવ કરતા નીચો ભાવ છે. હાલ આ બ્લોક ડીલમાં શેર વેચનાર અને ખરીદનાર વિશે જાણકારી ઉપલબ્ધ નથી.
-
Nov 18, 2026 16:22 IST
IT શેર પર દબાણ, SBIમાં સુધારો
આજે આઈટી શેર નફાવસૂલીથી ઘટ્યા હતા. સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાંથી 22 શેર ઘટીને બંધ થયા હતા. જેમા ટાયટન 4.8 ટકા, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, ઇટરનલ અઢી ટકા અને ઇન્ડિગો બે ટકા તૂટ્યા હતા. તો SBI સવા બે ટકા સુધરીને સેન્સેક્સનો ટોપ ગેઇનર શેર બન્યો હતો. ત્યારબાદ આઈટીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટ સવા ટકા સુધી વધ્યા હતા.
-
Nov 18, 2026 16:19 IST
રિલાયન્સ શેર સતત 11માં દિવસે વધ્યો, 19 વર્ષની સૌથી લાંબી તેજી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સતત 11 ટ્રેડિંગ સેશનમાં વધ્યો છે, જે એપ્રિલ 2007 પછીની સૌથી લાંબી તેજી છે. RIL દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવાર 17 નવેમ્બર, 2026ના રોજ શેર 1.65 ટકા વધીને ₹ 1367 બંધ થયો હતો. આ શેર 30 ઓક્ટોબર થી 17 નવેમ્બર દરમિયાન સળંગ 11 ટ્રેડિંગ સેશનમાં 17.3 ટકા વધ્યો છે. શેરમાં તેજીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટકેપ ₹ 2.74 લાખ કરોડ વધીને ₹ 18.5 લાખ કરોડ થઇ હતી. આ તેજીનું કારણ રિલાયન્સના પ્રોત્સાહક પરિણામ છે. 2 નવેમ્બરના રોજ શેર 11.64 ટકા ઉછળ્યો હતો, જે એપ્રિલ 2020 પછી સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે.
અલબત્ત 18 નવેમ્બરના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના તમામ શેર ઘટીને બંધ થયા હતા. જેમાં RIL શેર અડધો ટકો ઘટીને ₹ 1362, જિયો ફાઈનાન્સ સવા બે ટકા ઘટીને ₹ 224 અને જિયો પ્લેટફોર્મ અડધો ટકો ઘટીને ₹ 1388.50 બંધ થયા હતા.
-
Nov 18, 2026 16:12 IST
સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 159 પોઇન્ટ નરમ
શેરબજારમાં ઉંચા મથાળે નફાવસૂલીના દબાણથી બે દિવસ બાદ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા હતા. આજે સેન્સેક્સ 500 પોઇન્ટ ઘટીને 82031 અને નિફ્ટી 159 પોઇન્ટ ઘટીને 25227 બંધ થયા છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 81,780 સુધી ઘટ્યો હતો. આજે આઈટી શેર સૌથી વધુ ઘટ્યા હતા.
-
Nov 18, 2026 12:39 IST
IIFL ફાઈનાન્સ શેર 7 ટકા ઉછળ્યો, ₹ 3413 કરોડની બ્લોક ડીલ
IIFL ફાઈનાન્સ લિમિટેડ શેર 7 ટકા ઉછળીને ₹ 682 સુધી વધ્યો હતો. રસપ્રદ બાબત છે કે, ₹ 3413 કરોડના મૂલ્યના 5.61 કરોડ (લગભગ 13.15 ટકા હિસ્સો) ઇક્વિટી શેરની બ્લોક ડીલ બાદ પણ શેર વધ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ બ્લોક ડિલ ઇક્વિટી શેર દીઠ ₹ 617 ભાવે થઇ છે, જે હાલના બજાર ભાવ કરતા નીચો ભાવ છે. હાલ આ બ્લોક ડીલમાં શેર વેચનાર અને ખરીદનાર વિશે જાણકારી ઉપલબ્ધ નથી.
-
Nov 18, 2026 09:26 IST
સેન્સેક્સ 250 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી નરમ