વરસાદમાં નાહવાના ફાયદા: જાણો કેમ વરસાદનું પાણી સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન

વરસાદમાં નાહવાના ફાયદા: જાણો કેમ વરસાદનું પાણી સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન

રાષ્ટ્રીય NATIONAL
Spread the love



Why Bathing in Rain is Useful: વરસાદની ઋતુ શરૂ થતાં જ ચારેય તરફ ખુશીનો માહોલ છવાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં ભીંજાવું માત્ર આનંદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે? આયુર્વેદ અને લોકવાયકાઓમાં વરસાદના પાણીને અમૃત સમાન પવિત્ર અને ગુણકારી માનવામાં આવ્યું છે, જે શરીરની અનેક નાની-મોટી તકલીફોને કુદરતી રીતે જ મટાડવાની શક્તિ ધરાવે છે.

ખાસ કરીને ઉનાળાની આકરી ગરમી પછી જ્યારે પ્રથમ વરસાદ પડે છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. આ પાણીમાં નાહવાથી ત્વચાના રોમછિદ્રો ખુલે છે, જેનાથી શરીરમાં જમા થયેલી આંતરિક ગરમી બહાર નીકળી જાય છે. પરિણામે ઉનાળામાં થતી અળાઈઓ, ખંજવાળ, લાલ ફોડલીઓ અને ગુમડાં જેવી ત્વચાની સમસ્યાઓ આપોઆપ શાંત થઈ જાય છે. આ ઉપરાંત વરસાદનું પાણી અત્યંત હલકું અને આલ્કલાઇન પ્રકૃતિનું હોવાથી તે વાળ અને ત્વચાને કુદરતી રીતે ડિટોક્સિફાય કરવામાં મદદરૂપ સાબિત થાય છે

સમસ્યાઓનુ સમાધાન

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વરસાદના પાણીમાં નાહવાથી ગરમી નીકળી જાય છે અને ફોડકીઓ-ગુમડાઓની સમસ્યાથી રાહત મળે છે. વરસાદના પાણીમાં નાહવાથી શરીરમાંથી ગરમી નીકળી જાય છે. આથી કિડની ફેલ્યોર, હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ થતી નથી.

ગંદકી દૂર

માત્ર આટલું જ નહીં વરસાદના પાણીમાં નાહવાથી શરીર અને મનને તાજગીની સાથે ત્વચા પર જામેલી ધૂળ, ગંદકી પણ દૂર થઈ જાય છે. વરસાદના ટીપા ગરમી સંબંધિત સમસ્યાઓ રોકી શકે છે. ઓછા પીએચ સ્તરના કારણે તે હલ્કી હોય છે.

વરસાદના પાણીમાં નાહવાથી મનને પ્રસન્ન કરવાની સાથે ગંભીર સમસ્યાઓને દૂર કરે છે અને રોગ પ્રતિકારક ક્ષણતાને પણ મજબૂત કરે છે. આથી રોગ સંક્રમણ સામે લડવામાં શક્તિ મળે છે. વરસાદના પાણીમાં નાહવાથી શરીર પર દાણા નિકળવા અથવા કોઈ પણ પ્રકારની એલર્જીથી પણ રાહત મળે છે.

આ લોકોએ ના નહાવું

જોકે વિશેષજ્ઞ કેટલાક લોકોને વરસાદના પાણીમાં નાહવાથી દૂર રહેવાની સલાહ આપે છે. તેમના અનુસાર, જો તમને શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યા છે અને જે લોકોની ત્વચા સંવેદનશીલ છે, તેમણે પ્રથમ વરસાદમાં ના નહાવું જોઇએ. સાથે જ ચોમાસાના પ્રથમ વરસાદથી દૂર રહેવું જોઈએ. ચોમાસાના પ્રથમ વરસાદમાં નાહવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *