Vaibhav Sooryavanshi debut : જે ક્ષણની રાહ આખો દેશ રાહ જોઈ રહ્યો હતો તે ઘડી આવી ગઈ છે. વૈભવ સૂર્યવંશીને આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. વૈભવે ઇંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં ડેબ્યૂ કર્યું છે. તેને ભારતીય ટી20 ટીમના વાઇસ કેપ્ટન તિલક વર્માએ ડેબ્યૂ કેપ આપી હતી. વૈભવ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો પુરુષ ખેલાડી બન્યો છે.
વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું
વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. આ સાથે જ તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો પુરુષ ખેલાડી બન્યો છે. વૈભવે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિને 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું.
The beginning of a particular chapter ✨
A proud second as Vaibhav Sooryavanshi receives his #TeamIndia cap from Vice-Captain Tilak Varma 🧢
Updates ▶️ https://t.co/WYfL8tAm58#ENGvINDpic.twitter.com/zpLtixYDgM
— BCCI (@BCCI) July 4, 2026
ભારત તરફથી સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા પ્લેયર્સ
- 15 વર્ષ 99 દિવસ – વૈભવ સૂર્યવંશી વિ ઈંગ્લેન્ડ, 2026
- 16 વર્ષ 205 દિવસ – સચિન તેંડુલકર વિ પાકિસ્તાન, 1989
- 17 વર્ષ 75 દિવસ – પિયુષ ચાવલા વિ ઈંગ્લેન્ડ, 2006
- 17 વર્ષ 118 દિવસ – એલ. શિવરામકૃષ્ણન વિ વેસ્ટ ઈન્ડિઝ, 1983
- 17 વર્ષ 152 દિવસ – પાર્થિવ પટેલ વિ ઈંગ્લેન્ડ, 2002
- 17 વર્ષ 193 દિવસ – મનિન્દર સિંહ વિ પાકિસ્તાન, 1982
ઇંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચ માટે ભારતીય ટીમ
વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.
