Jamun Fruit Jam Recipe: ચોમાસાની સીઝનમાં જાંબુ બજારોમાં દેખાવા લાગે છે. આ ખાટા મીઠા ફળનો રંગ ઘેરા જાંબલી રંગનો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. લોકો તેને ઘણીવાર ફળ તરીકે ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી સ્વાદિષ્ટ જામ બનાવી શકાય છે. જો તમે આ મોસમી ફળની યુનિક વાનગી ટ્રાય કરવા માંગો છો, તો જાંબુ જામ એક સારો વિકલ્પ હશે. સ્વાદમાં અદભુત જાંબુ જામ બાળકોને પણ ખૂબ પસંદ આવશે.
ઘરે તમે સરળતાથી જાંબુ જામ તૈયાર કરી શકો છો જે બજારમાં મળતા જામ કરતાં ફ્રેશ, કેમિકલ ફ્રી અને સ્વાદિષ્ટ હોઈ શકે છે. તેને બ્રેડ, ટોસ્ટ, પરોઠા અથવા સેન્ડવિચ સાથે ખાઈ શકાય છે. તેને બનાવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી, પરંતુ તે ઓછા સમયમાં સરળતાથી તૈયાર થઈ જાય છે. તેની પ્રખ્યાત રેસીપી શેફ સંજીવ કપૂરે તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરી છે.
જાંબુ જામ બનાવવા માટે સામગ્રી
- જાંબી – 500 ગ્રામ
- ખાંડ – 1/2 કપ
- મીઠું – 1 ચપટી
- લીંબુનો રસ – 1 ચમચી
Jamun Jam Recipe : જાંબુ જામ બનાવવાની રીત
જાંબુની પેસ્ટ બનાવો
જામ બનાવવા માટે, પહેલા તાજા જાંબુ પાણીથી સાફ કરો અને ત્યારબાદ ઠળીયા કાઢીને નાના ટુકડાઓમાં કાપી લો. આ ટુકડાઓને મિક્સર જારમાં નાંખી સ્મૂધ પેસ્ટ બનાવો.
જાંબુ પેસ્ટ ગરમ કરો
હવે એક નોન સ્ટીક પેન ગરમ કરો. તેમાં જાંબુની પેસ્ટ, ખાંડ અને એક ચપટી મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમા આંચ પર સારી રીતે પકવવા દો. જ્યારે તે સહેજ ઘટ્ટ થવા માંડે, ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરો. હવે થોડી વાર પછી ગેસ બંધ કરી જામને બરાબર ઠંડુ થવા દો.
જાંબુ જામ ફ્રીજમાં મૂકો
ઠંડુ થઈ જાય પછી જાંબુ જામને એર-ટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં મૂકો, તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. આ જામ પરાઠા, બ્રેડ અથવા કોઈપણ નાસ્તા સાથે ખાઇ શકાય છે. આ જામ માત્ર બાળકોને જ નહીં પરંતુ મોટા લોકોને પણ પસંદ આવશે.
કેમિકલ ફ્રી જામ
ખાસ વાત એ છે કે બજારમાં મળતા જામની સરખામણીમાં તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. જો તમે બાળકોને ખુશ કરવા માંગો છો, તો તમે આ અનોખી રેસીપી ટ્રાય કરી શકો છો.
