Tricks to Determine Chemical Ripened Fruits : ફળો ખાવા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. હવે ઘણા ફળો બારેમાસ મળે છે. તેમનો ચમકદાર રંગ અને ફ્રેશ લુક જોઈને લોકો ઘણીવાર તેમને ખરીદે છે. જોકે કેટલાક ફળોને કુદરતી રીતે પકાવવાના બદલે ઝડપથી તૈયાર કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આવામાં ફળ ખરીદતી વખતે થોડું સાવચેત રહેવું જરૂરી છે. ઘણી વખત કેલ્શિયમ કાર્બાઇડ જેવા રસાયણોનો ઉપયોગ કૃત્રિમ રીતે ફળો પકાવવા માટે થઈ શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસે આ જ વિષય પર આઈએસઆઈસી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના ગેસ્ટ્રો સાયન્સ વિભાગના ડિરેક્ટર અને પ્રમુખ ડો. શુભમ વત્સ્યા સાથે વાતચીત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર આપણે કેટલીક પદ્ધતિઓ અથવા સંકેતોની મદદથી કેમિકલ રીતે પાકેલા ફળો જેમ કે કેરી, તરબૂચ, શક્કરટેટી, લીચી અને પાઇનેપલની ઓળખ કરી શકીએ છીએ.
કેરી
કેરી ચમકેલી પીળા રંગની હોય, દાંડીની નજીક લીલા ડાઘ હોય, અસમાન રુપથી પાકેલા હોય, સખત હોય અને જેમાં કુદરતી સુગંધ ના હોય, તે કેમિકલ રીતે પાકેલા હોઇ શકે છે. આનાથી પેટમાં અસ્વસ્થતા, ઝાડા, માથાનો દુખાવો અથવા ગળામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. કુદરતી રીતે પાકેલી કેરી એકસરખી નરમ હોય છે અને તેમાં મીઠી સુગંધ હોય છે.
શક્કરટેટી
ચોમાસામાં શક્કરટેટી ખૂબ પસંદ કરવામાં આવે છે. જો શક્કરટેટીનો રંગ દરેક તરફથી એક જેવો પીળો દેખાઇ રહ્યો હોય પરંતુ દબાવવામાં આવે ત્યારે તે સખત હોય, તેમાં ખૂબ ઓછી સુગંધ હોય અને સ્વાદમાં મીઠી ના હોય તો તે એ વાતનો સંકેત હોઈ શકે છે કે તે કેમિકલ દ્વારા પકાવવામાં આવી છે.
તરબૂચ
તરબૂચ જોવામાં આકર્ષક લાગતું હોય પરંતુ જ્યારે તેને કાપવામાં આવે ત્યારે કેટલાક એવા સંકેતો જોવા મળી શકે છે જેમાં ખબર પડે કે તે કુદરતી રીતે પાક્યા નથી. જો તરબૂચનો પલ્પ સમાન લાલ ના હોય અને જગ્યાએ જગ્યાએ અલગ રંગ હોય છે, સ્વાદમાં ઓછો મીઠો હોય છે અને તેનો પલ્પ જરૂરિયાત કરતા વધુ સખત લાગે તો તે એ વાતનો સંકેત હોઈ શકે છે કે તેને કેમિકલ દ્વારા પકાવવામાં આવ્યા છે.
લીચી
જો લીચીની છાલ ખૂબ ચળકતી અને લાલ લાગે છે પરંતુ અંદરનો પલ્પ સખત છે તો પછી તે કેમિકલથી પકવેલા હોઇ શકે છે. આ સિવાય તેમાં રસ ઓછો હોય અને સ્વાદમાં કુદરતી મીઠાશ ના હોય તો એ સંકેત હોઈ શકે છે કે લીચી કુદરતી રીતે પાકેલી નથી.
પહાડો પર વસેલું સુંદર શહેર અલ્મોડા, અહીંના 8 બેસ્ટ સ્થળો તમારું દિલ જીતી લેશે
અનાનાસ
જો અનાનસની બહારની છાલ પીળી હોય, તેમાં કુદરતી સુગંધ ઓછી હોય અને મીઠાને બદલે ખાટા સ્વાદ હોય તો તે કેમિકલ દ્વારા પાકેલા હોઇ શકે છે.
ફળ ખરીદતી વખતે ચમકદાર રંગ પર ભરોસો રાખશો નહીં. તેમની કુદરતી સુગંધ, હળવું નરમ સ્ટ્રક્ચર અને કુદરતી મીઠાશ જેવા સંકેતો પર પણ ધ્યાન આપો. આ ઉપરાંત ફળો ખાતા પહેલા તેને સારી રીતે ધોવો અને પછી ખાવ.
ડિસ્ક્લેમર: લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.
