IND vs ENG 2nd T20 LIVE : બીજી ટી20 મેચ, વૈભવ સૂર્યવંશી 14 રને સ્ટમ્પિંગ આઉટ

IND vs ENG 2nd T20 LIVE : બીજી ટી20 મેચ, વૈભવ સૂર્યવંશી 14 રને સ્ટમ્પિંગ આઉટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IND vs ENG 2nd T20 Cricket Match Scorecard LIVE : ઇંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં ભારતે 5 ઓવરમાં 1 વિકેટે 50 રન બનાવી લીધા છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ માન્ચેસ્ટરમાં રમાઇ રહી છે.  આ મેચમાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ થયું છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ

ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક (કેપ્ટન), જેકોબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, જોશ ટંગ.

  • Jul 04, 2026 19:37 IST

    IND vs ENG LIVE : અભિષેક શર્મા 43 રને આઉટ

    અભિષેક શર્મા 24 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 43 રને સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 65 રને બીજી વિકેટ ગુમાવી.

  • Jul 04, 2026 19:26 IST

    IND vs ENG LIVE : વૈભવ સૂર્યવંશી 14 રને આઉટ

    વૈભવ સૂર્યવંશી 10 બોલમાં 2 સિક્સર સાથે 14 રને વિલ જેક્સની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. ભારતે 50 રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.

  • Jul 04, 2026 19:19 IST

    IND vs ENG LIVE : વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂનો વીડિયો

  • Jul 04, 2026 19:17 IST

    IND vs ENG LIVE : વૈભવ સૂર્યવંશીએ આર્ચરના પ્રથમ બોલ પર સિક્સર ફટકારી

    વૈભવ સૂર્યવંશીએ સિંગલ રન લઇને ખાતું ખોલાવ્યું હતું. આ પછી જોફ્રા આર્ચરના પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી.

  • Jul 04, 2026 18:47 IST

    IND vs ENG LIVE : વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક ડેબ્યૂ

  • Jul 04, 2026 18:41 IST

    IND vs ENG LIVE : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

    ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક (કેપ્ટન), જેકોબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, જોશ ટંગ.

  • Jul 04, 2026 18:41 IST

    IND vs ENG LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન

    વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.

  • Jul 04, 2026 18:36 IST

    IND vs ENG LIVE : ભારતે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ

    ઇંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ માન્ચેસ્ટરમાં રમાઇ રહી છે.  આ મેચમાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ થયું છે.

  • Jul 04, 2026 17:48 IST

    IND vs ENG LIVE : મેચ પર વરસાદનો ખતરો

    માન્ચેસ્ટરમાં બીજી ટી20 મેચ પર વરસાદનો ખતરો છે. બીજી મેચ દરમિયાન વરસાદની 55% શક્યતા છે, જે મેચમાં વિધ્ન બની કરી શકે છે. પ્રથમ ટી 20 મેચ ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાઇ હતી. પરંતુ વરસાદને કારણે તે રદ કરવામાં આવી હતી. ભારત માટે કેપ્ટન શ્રેયસ ઐયર અને અભિષેક શર્માએ અડધી સદી ફટકારી હતી, પરંતુ સંજુ સેમસન અને ઇશાન કિશન જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. બીજી મેચમાં પણ વૈભવ સૂર્યવંશી પર નજર રહેશે તે ડેબ્યૂ કરે છે કે નહીં. જોકે ટીમ મેનેજમેન્ટે સંકેત આપ્યો છે કે વૈભવને રાહ જોવી પડી શકે છે.

  • Jul 04, 2026 17:45 IST

    IND vs ENG LIVE : આજે ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટી20 મેચ

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ માન્ચેસ્ટરમાં રમાશે. આ મેચ સાંજે 7:00 વાગ્યે શરુ થશે. ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. આ મેચમાં શ્રેયસ ઐયરની નજર જીત પર રહેશે, તે હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે પોતાની પ્રથમ જીત મેળવી શક્યો નથી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *