Final Up to date:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કર્યા બાદ ભારત પર લગાવેલા ટેરિફને ઘટાડીને 25 ટકાથી 18 ટકા કરવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. જો કે આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડી દીધો છે. હવે ખાલી 18 ટકા ટેરિફ રહેશે, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ હટાવી દીધો છે.
અમેરિકાએ ભારત માટે ટેરિફ ઘટાડી દીધો છે. તેના વિશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે “આજે સવારે ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેઓ મારા સૌથી નજીકના મિત્રોમાંથી એક છે અને પોતાના દેશ માટે શક્તિશાળી અને સન્માનિત નેતા છે. અમે વેપાર અને રશિયા-યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા સહિત કેટલાય મુદ્દા પર ચર્ચા કરી છે.”
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે, “ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે અને અમેરિકા તથા સંભવત: વેનેઝુએલા પાસેથી વધારે ઓઈલ ખરીદવા પર સહમત થયા. તેનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે, જેમાં દર અઠવાડિયે હજારો લોકો મરતા હતા. પ્રધાનમંત્રી મોદી પ્રત્યે મિત્રતા અને સન્માનના કારણે અને તેમના અનુરોધ પર, તાત્કાલિક પ્રભાવથી અમે અમેરિકા અને ભારતની વચ્ચે એક વેપાર ડીલ પર સહમતિ વ્યક્ત કરી છે, જે અંતર્ગત અમેરિકા પારસ્પરિક શુલ્કને 25 ટકાથી ઘટાડી 18 ટકા કરી દઈશું. ભારત પણ આ પ્રકારે અમેરિકા વિરુદ્ધ પોતાના શુલ્ક અને બિન શુલ્ક અડચણોને શૂન્ય કરવાની દિશામાં આગળ વધશે. પ્રધાનમંત્રીએ 500 અબજ ડોલરથી વધારે અમેરિકી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય કેટલીય પ્રોડક્ટ ઉપરાંત અમેરિકી પ્રોડક્ટ ખરીદી માટે પણ કટિબદ્ધતા વ્યક્ત કરી. ભારત સાથે અમારા અદ્ભૂત સંબંધ આગળ જતાં વધારે મજબૂત થશે. પ્રધાનમંત્રી મોદી અને હું બે એવા વ્યક્તિ છીએ, જે કામ કરી બતાવીએ છીએ, જે મોટા ભાગના લોકો વિશે નથી કહેવાતું.”
આપને જણાવી દઈએ કે, ટેરિફ ઘટાડવાની જાહેરાત થવાની થોડી વાર પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હોવાની જાણકારી અમેરિકી રાજદૂતે આપી હતી.
Feb 02, 2026 10:39 PM IST

