Winter Journey Plan : શિયાળામાં હિમવર્ષા જોવાના 5 સ્થળોના નામ અને આકર્ષણ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Greatest Snowfall Locations In India : શિયાળામાં ઠંડીની શરૂઆત સાથે જ ઘણા સ્થળોએ હિમવર્ષા થાય છે. હિમવર્ષા થતી જોવી અને તેનો આનંદ માણવો જ એક અદભુત અનુભવ હોય છે. ઉત્તર ભારતમાં ઘણા સ્થળોએ શિયાળામાં હિમવર્ષા થાય છે. આ દરમિયાન અહીંનો નજારો જોવાલાયક હોય છે. આ સ્થળો વિન્ટર ટુર, હનિમૂન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

શિયાળામાં પ્રવાસીઓ અને એડવેન્ચર લવર્સ એવી જગ્યાઓ શોધવા લાગે છે જ્યાં સીઝનમાં સૌથી પહેલા હિમવર્ષા થાય છે. જો તમે પણ આવા સ્થળો શોધી રહ્યા છો, તો તમે દેશના સૌથી સુંદર સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો. જમ્મુ અને કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધી, નવેમ્બરથી જાન્યુઆરી સુધી ઘણા સ્થળોએ બરફ પડતો જોવા મળે છે.

સ્પિતિ વેલી, હિમાચલ પ્રદેશ

જો તમે ભીડથી દૂર શાંતિપૂર્ણ અને સુંદર હિલ સ્ટેશન શોધી રહ્યા છો, તો તમે સ્પિતિ વેલીની મુલાકાત લઈ શકો છો. હિમાચલ પ્રદેશમાં આવેલું સ્પિતિ વેલી બર્ફીલું ઠંડું રણ (Chilly Desert) પણ કહેવાય છે. અહીં, તમે પર્વતોની સુંદરતા, બરફથી ઢંકાયેલા પહાડ અને ઠંડા પવનનો આનંદ લઈ શકો છો. આ સ્થળ નવેમ્બર ડિસેમ્બર દરમિયાન મુલાકાત માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તમે ત્યાં હિમવર્ષા પણ જોઈ શકો છો.

ગુલમર્ગ સોનમર્ગ, જમ્મુ કાશ્મિર

ગુલમર્ગ સોનમર્ગ જમ્મુ કાશ્મિરમાં આવેલા સૌથી સુંદર સ્થળો છે. અહીં નવેમ્બરની શરૂઆતથી જ હિમવર્ષા થવા લાગે છે. હિમવર્ષા બાદ ચારેય બાજુ બરફની ચાદર પથરાઇ જાય છે અને તાપમાન શૂન્યથી નીચે જતું રહે છે. જો તમને ઠંડી પસંદ છે અને હિમવર્ષાનો આનંદ માણવો છો, તે ગુલમર્ગ સોનમર્ગની મુલાકાત લઇ શકાય છે. ઘણી પ્રવાસીઓ આઈસી એક્ટિવિટીનો આનંદ માણી શકે છે.

રોહતાંગ પાસ, હિમાચલ પ્રદેશ

રોહતાંગ પાસ હિમાચલ પ્રદેશમાં આવેલું એક સુંદર પર્વતીય પાસ છે જે ઊંચાઈ પર આવેલું છે. જો તમે હિમવર્ષાનો આનંદ માણવા માંગો છો, તો તમે આ સ્થળની મુલાકાત માટે યોજના બનાવી શકો છો. પરંતુ, હિમવર્ષાને કારણે રસ્તાઓ લપસણા થઇ જાય છે, તેથી મુસાફરી પર જતાં પહેલાં હવામાનની સ્થિતિ તપાસો. પ્રવાસ સલાહ વિશે માહિતી એકત્રિત કર્યા પછી જ અહીં મુલાકાત લેવાની યોજના બનાવો. જો સત્તાવાળાએ રસ્તા બંધ કરી દીધા હોય, તો ત્યાં જવાનો પ્રયાસ ન કરો.

શિમલા મનાલી

શિમલા મનાલી ભારતના સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જ્યાં દરેક વખતે કુદરતનું અલગ સ્વરૂપ જોવા મળે છે. શિમલા મનાલીમાં પણ શિયાળામાં હિમવર્ષા થાય છે. બરફ વર્ષા થયા બાદ અહીનું કુદરતી દ્રશ્ય વધારે સુંદર થઇ જાય છે. પ્રવાસીઓ માટે બરફમાં રમાતી મનોરંજક પ્રવૃતિઓ પણ યોજાય છે. પ્રવાસીઓ અહીં બરફથી ઢંકાયેલા પહાડ, ઉંચ વૃક્ષોવાળું ગાઢ જંગલ, વિન્ટેજ કોટેજ અને માલ રોડની મુલાકાત લઇ શકે છે. 

આ પણ વાંચો | ઉત્તરાખંડનું અદ્ભુત હિલ સ્ટેશન, દેવદારના જંગલો અને બરફથી ઢંકાયેલા પહાડ, શહેરના ઘોંઘાટથી દૂર સુંદર સ્થળ

ઔલી, ઉત્તરાખંડ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું ઔલી શિયાળામાં ફરવા માટે સુંદર સ્થળે છે. આ સ્થળ ખાસ કરીને સ્કીઇંગ માટે પ્રખ્યાત છે. શિયાળામાં અહીંના ઢોળાવ બરફથી ઢંકાઇ જાય છે, જેનાથી સ્કીઇંગમાં ડબલ મજા આવે છે. અહીંથી બરફથી ઢંકાયેલા હિમાલયના પહાડનો સુંદર નજારો જોવા મળે છે. ઔલી એડવેન્ચર એક્ટિવિટી સાથે ફોટોગ્રાફી માટે પણ ઉત્તમ સ્થળે છે. મનમોહક કુદરતી સૌંધર્ય વચ્ચે શાંતિનો અનુભવ મળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *