Final Up to date:
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે BJP પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું છે.
અમદાવાદ : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર શબ્દોમાં પ્રહાર કર્યા હતા. તેમણે ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું છે.
મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતના ચારેય તરફ ભય અને ભ્રષ્ટાચાર વ્યાપક છે. જે કોઈ ભાજપ સામે અવાજ ઉઠાવે છે તેને ડરાવવામાં આવે છે અથવા જેલમાં નાખવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, પરંતુ સરકારી તંત્ર અને દબાણના કારણે કોઈ તેની સામે બોલવાની હિંમત કરી શકતું નથી. લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને સત્તા ટકાવી રાખવામાં આવી રહી છે.
કેજરીવાલે કહ્યું કે આજના સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોની આશા વધી છે. આજે લોકો આપમેળે પાર્ટીની સભાઓમાં આવી રહ્યા છે. પાર્ટી પાસે મોટા પ્રમાણમાં નાણાં નથી, છતાં લોકો પોતાનો ખર્ચ ઉઠાવીને સભાઓમાં હાજરી આપે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે લોકો હવે પરિવર્તન ઇચ્છે છે અને આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ નવા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે, સંગઠનને મજબૂત બનાવશે અને પાર્ટીમાં જોડાનાર કાર્યકર્તાઓને શપથ લેવડાવવામાં આવશે. સાથે જ તેઓ બુથ લેવલના કાર્યકર્તાઓને મળીને આગામી રાજકીય રણનીતિ તૈયાર કરશે.
બીજી તરફ BMCના ચૂંટણી પરિણામોને લઈને પણ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આટલી ગડબડ કર્યા પછી પણ ભાજપ પૂર્ણ બહુમત મેળવી શક્યું નથી. જનતા ભાજપ વિરુદ્ધ છે, પરંતુ સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને સત્તા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.કેજરીવાલે અંતમાં જણાવ્યું હતું કે અગાઉ ગુજરાતમાં લોકો નિરાશ હતા, પરંતુ હવે તેઓ આમ આદમી પાર્ટી તરફ આશાની નજરે જોઈ રહ્યા છે. આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર આવશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
Ahmedabad,Gujarat
Jan 17, 2026 11:05 PM IST

