ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ ક્યારે થશે? નાણામંત્રીએ કહ્યું ‘જોતા જાઓ’

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ ક્યારે થશે? નાણામંત્રીએ કહ્યું ‘જોતા જાઓ’

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

નાણામંત્રી નિર્મલા સિતારમણે નેટવર્ક 18ને બજેટ 2026 બાદ ખાસ ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે આ મુદ્દે તેમણે શું કહ્યું જાણો તે વિશે વિગતવાર માહિતી.

ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ નાણામંત્રીનું મોટુ નિવેદન
ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ નાણામંત્રીનું મોટુ નિવેદન

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે તે એક મોટો સવાલ છે. નેટવર્ક 18ના ચીફ એડિટર રાહુલ જોશી સાથે નાણામંત્રી નિર્મલા સિતારમણે આ મુદ્દે જ્યારે સવાલ કર્યો કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ ક્યારે થશે તો આ મુદ્દે નાણામંત્રીએ સસ્પેન્સ યથાવત રાખ્યું અને એક બેલેન્સ જવાબ આપ્યો. જેમાં તેમણે જણાવ્યું કે આ વિશે વધારે સ્પેક્યુલેટ ન થવું જોઈએ એટલે કે આ મુદ્દે વધારે અટકળો ન લગાવવી જોઈએ બસ તમે જોતા જાઓ.

જ્યારે નાણામંત્રીને પૂછવામાં આવ્યું કે શું તમે વિચારો છો કે વાત આગળ વધશે? તો આ મુદ્દે નિર્મલા સિતારમણે કહ્યું કે અમે યુરોપિયન યુનિયન સાથે એફટીએ સાઇન કર્યા છે. યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સાથે ડીલ સાઇન કરી છે. એટલે કામ ચાલી રહ્યું છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાત ચાલી રહી છે.

આ પહેલા વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ઘણી નજીક છે. જોકે તેમણે એવું કહ્યું હતું કે અમેરિકા એક વિશાળ અર્થવ્યવસ્થા છે. જેથી એક વ્યાપક ફ્રી એગ્રીમેન્ટમાં હજુ સમય લાગી શકે છે. રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે આ જલદીથી જલદી થાય જોકે કોઈ નિશ્ચિત તારીખ નથી આપી શકતા. IT takes two to tangoનું ઉદાહરણ વાપરીને વેપાર સમજૂતી માટે બંન્ને પક્ષ વચ્ચે ભૂખ અને પ્રયાસની આવશ્યકતા હોય છે.

આ ડીલની આશાઓ એટલા માટે વધી ગઈ છે. કારણકે ગત મહિને ટ્રમ્પે મનીકંટ્રોલ સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. ટ્રમ્પે પીએમ મોદીને પોતાના શાનદાર મિત્ર જણાવ્યા હતા અને કહ્યું હતું કે બંન્ને દેશો એક સારી ડીલ કરશે. જેથી ટ્રમ્પના જવાબથી આ મુદ્દે વધુ સકારાત્મકતા જોવા મળી હતી.

બજેટ 2026 બાદ ભારતની એક્સપોર્ટ સ્ટોરી વધુ મજબૂત થતી જોવા મળી રહી છે. વાણિજ્ય સચિવ અનુસાર એક વાર વેપાર સમજૂતી પૂરી થતા આ પૂરી રીતે લાગૂ થયા બાદ ભારતીય નિકાસકારોની પહોંચ દુનિયાના લગભગ 60 ટકા બજારો સુધી જશે. ભારત આ વર્ષે 850 બિલિયન ડોલરના નિકાસના આંકડાને પાર કરવાનું લક્ષ્ય રાખે છે. ગત વર્ષે આ આંકડો 825 બિલિયન ડોલર હતો.

આર્થિક સર્વેક્ષણમાં પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે અમેરિકા સાથે ચાલી રહી વાત હવે સમાપ્ત થવાની આશા છે. આનાથી વૈશ્વિક મોર્ચા પર બનેલી અનિશ્ચિતતા ઓછી થશે અને ભારતને બહારનું એક સ્થિર બજાર મળશે. હાલમાં અમેરિકા દ્વારા 200થી વધારે ભારતીય કૃષિ ઉત્પાદિત મસાલા, ચા અને કોફીમાં ટેરિફથી છૂટછાટ આપવી એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *